જંતુનાશક દવાઓમાં Translaminar Action એટલે શું? What is Translaminar Action in Pesticides

આજના આધુનિક યુગમાં જો તમારે ખેતીમાંથી સારો એવો નફો રળવો હોય તો તમને કઈ દવાથી શું અસર થાય તેમજ કઈ દવા ક્યારે છાંટવાથી વધારે ફાયદો થાય તેના વિશેની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી છે. કેમ કે આજના સમયમાં જોવા જાય તો ખેતીમાં ખર્ચા કરતા આવક ઘણી ઓછી થઈ ગઈ છે. કેમકે દર વર્ષે ખાતર અને દવાઓના ભાવ વધતા જાય છે. એવામા જો તમને નહીં ખબર હોય આ ખાતર અથવા દવાથી શું ફાયદો થશે તો તમારા પૈસાનો વ્યય થાય એ વાત પાકી છે. એટલા માટે જ આજના આ લેખમાં આપણે જાણીશું કે જંતુનાશક દવાઓમાં ટ્રાન્સલેમિનાર એક્શન એટલે શું? (What is Translaminar Action in Pesticides) અને તેનાથી શું ફાયદો થાય છે. તેમજ કઈ કઈ દવાઓમાં ટ્રાન્સલેમિનાર એકશન આવે છે તેના વિશેની સંપૂર્ણ પ્રકારની માહિતી મેળવિશુ.

Translaminar એકશન એટલે શું? | What is Translaminar Action in pesticides?

ખેડૂત મિત્રો આપણે કોઈપણ પ્રકારનો પાક આપણા ખેતરમાં વાવેલો હોય તો એમાં એવું જરૂરી નથી કે આપણા પાકમાં આવેલી ફુગ કે પછી કીટક આપણી નજર સામે જ દેખાતું હોય. એટલે કે કહેવાનો મતલબ એ છે કે આપણા પાક માં આવેલી ફુગ કે પછી કીટક આપણા પાકના પાનની નીચેની સાઈડ પર લાગેલ હોય છે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

તો આવા સમયે જ્યારે આપણે જંતુનાશક દવાનો છટકાવ કરીએ ત્યારે એ દવા આપણા પાકના પાનની ઉપરની સાઈડ જ અડે છે. જેથી પાનની નીચેની સાઈડ પર રહેલી ફુગ કે કીટક આ દવાના કોન્ટેકમાં ન આવતા તેની ઉપર દવાની કોઈ અસર થતી નથી. અંતમાં આપણા પૈસાનો વ્યય થાય છે.

translaminar action

આ સમસ્યા અટકાવવા માટે નવી ટેકનીક અપનાવવામાં આવી છે જેનું નામ છે ટ્રાન્સલેમિનાર એકશન છે. જેનો મતલબ એ થાય કે જે જંતુનાશક દવામાં ટ્રાન્સલેમિનાર એક્શન હોય તે દવા ભલે આપણે આપણા પાકના પાન ઉપર છંટકાવ કરેલી હોય પણ તેમાં ટ્રાન્સલેમિનાર એકશન હોવાને લીધે તે દવા ધીમે ધીમે કરીને થોડાક જ સમયની અંદર પાનની નીચેની સાઈડ પર પણ જતી રહે છે. જેનાથી પાકના પાનની નીચેની સાઈડ પર રહેલી ફુગ અથવા કિટકને દવાની અસર થવા લાગે છે.

ટ્રાન્સલેમિનાર ફુગનાશક એટલે શું? | What is Translaminar Fungicide?

જે ફૂગનાશકમાં ટ્રાન્સલેમીનાર એકશન આપેલી હોય તેને ટ્રાન્સલેમિનાર ફૂગનાશક કહેવામાં આવે છે.

ટ્રાન્સલેમિનાર ફૂગનાશકના ઉદાહરણ | Examples of Translaminar Fungicide 2023

Nimrod, shamir, Contaf વગેરે…

   contaf plus દવા વિશે માહિતી મેળવવા અહિયાં ક્લિક કરો

ટ્રાન્સલેમિનાર કીટનાશક એટલે શું? | What is Translaminar Insecticide?

જે કીટનાશક દવામાં ટ્રાન્સલેમિનાર એક્શન આપેલી હોય તેને ટ્રાન્સલેમિનાર કીટનાશક કહે છે.

ટ્રાન્સલેમિનાર કીટનાશકના ઉદાહરણ | Examples of Translaminar Insecticide

Thiamethoxam, imidacloprid, spinosad વગેરે

ટ્રાન્સલેમિનાર એક્શન અને ઋતુ વચ્ચે નું કનેક્શન | Connection between Translaminar Action and Seasons

આજના સમયમાં વાતાવરણની અસર દરેક વસ્તુ ઉપર થાય છે. કેમકે આપણે ઘણાને એવું બોલતા સાંભળ્યા છે કે આ વર્ષે આબોહવા ના હિસાબે મગફળી નબળી રહી ગઈ. એવી જ રીતે ઋતુની અસર પણ દવાઓમાં પણ થાય છે. એક પ્રયોગ અનુસાર સાબિત થયેલું છે કે ટ્રાન્સલેમિનાર એક્શન ઠંડી ઋતુ કરતા ગરમ ઋતુમાં વધારે ફાયદો આપે છે.

   આવી જ ઉપયોગી માહિતી દરરોજ FREE માં મેળવવા માટે અહિયાં ક્લીક કરો

Conclusion of What is Translaminar Action in Pesticides

તો ખેડૂતમિત્રો આ લેખમાં આપણે જાણ્યું કે “જંતુનાશક દવાઓમાં Translaminar Action એટલે શું?” / What is Translaminar Action in Pesticides. તો ખેડૂત મિત્રો હજી પણ તમને ટ્રાન્સલેમિનાર એકશન વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મનમાં મુંઝવતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને અમને પુછી શકો છો.

જો આ લેખ તમને ઉપયોગી સાબિત થયો હોય તો આ લેખને નીચે આપેલા બટન દ્વારા whatsapp માં શેર પણ જરૂરથી કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય.

[WPSM_AC id=773]

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now