( Citizen First Mobile App (FIR રજિસ્ટર કરવાની પ્રક્રિયા, કેવી રીતે કરવી, લાભ તેમજ વિશેષતાઓ, ઉદેશ્ય, સ્લોગન, રજિસ્ટ્રેશન) સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ, Citizen first Gujarat police app )
રાજ્યમાં વધતા જતા ગુનાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર હેઠળ ગુજરાત પોલીસે એફઆઇઆર ઘર બેઠા કરી શકો તેના માટે સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. ગુજરાત પોલીસનું એવું માનવું છે કે આ એપ થકી એફઆઇઆર દાખલ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાશે. તો મિત્રો આજે આ લેખ Citizen First Mobile App માં આપણે બધા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

જેમ કે આ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી?, એફઆઇઆર દર્જ કેમ કરવી?, આ એપ્લિકેશન ઉપર કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે? આ એપ ઉપર રજીસ્ટ્રેશન કેમ કરવું? વગેરે જેવી બધી માહિતી આપવામાં આવશે. તો તમને નમ્ર વિનંતી છે કે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો.
ખાસ નોંધ: જો તમે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર તરફથી આવતી નવી નવી યોજનાઓ વિશે સૌથી પહેલા જાણવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલમાં જરૂરથી જોડાઈ જજો.
Citizen First Mobile App eFIR Service 2023
આ લેખમાં મહત્વના મુદ્દાઓ ઘટ અક્ષરે લખેલા છે જેથી તમને વાંચવામાં આસાની રહે.
Important Points of Citizen First Mobile App eFIR Service
એપ નું નામ | Citizen First Mobile App |
કોના દ્વારા લોન્ચ કરવામાં આવી | શ્રી અમિતભાઈ શાહ દ્વારા |
આ સેવા ક્યારે શરૂ કરવામાં આવી | 22 જુલાઈ, 2022 |
લાભાર્થી | ગુજરાતની જનતા |
લાભ | મોબાઈલ ચોરી તેમજ બાઈક ચોરી જેવા 16 મોટા ગુનાઓ માટે ઘર બેઠા FIR દાખલ કરવી |
FIR દાખલ કરવાનું માધ્યમ | ઓનલાઇન |
ઓફિસિયલ પોર્ટલ | https://gujhome.gujarat.gov.in/portal/webHP |
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
Citizen First Mobile App નો ઉદ્દેશ્ય
Citizen First Mobile App લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં થતા ગુનાઓ ને દાખલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવા નો છે. ગુજરાત સરકારનું એવું માનવું છે કે આ એપ થકી ગુનાઓ દાખલ કરવાની પ્રક્રિયા વધુને વધુ સરળ અને ઝડપી બનશે. જેનો ફાયદો અંતે ગુજરાતની જનતાને થવાનો છે. હાલના સમયમાં આ એપમાં માત્ર બે ગુનાઓની જ એફઆઇઆર દાખલ કરી શકાશે આવનારા સમયમાં વધારે ગુનાઓની અરજી સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ દ્વારા કરી શકાશે.
ભારત સરકાર દ્વારા જો તમારો મોબાઈલ ફોન ખોવાઈ ગયેલ હોય અથવા ચોરી થયેલ હોય તો તેને બ્લોક કરવા માટે એક નવી વેબસાઇટ sanchar sathi શરૂ કરેલી છે.
Citizen First Mobile App દ્વારા મળતી સેવાઓનું લીસ્ટ (list of services in citizen First Mobile App)
Citizen First Mobile App દ્વારા મળતી સેવાઓનું લીસ્ટ નીચે મુજબ છે.
- Get a copy of FIR
- E Application
- Report missing/stolen property
- eFIR (vehicle/mobile theft)
- Report missing person
- Domestic servant registration
- Driver registration
- Sinior citizen registration
- Tenant registration
- Apply for NOC
- Police verification certificate
- Search arrested/wanted person
- Search missing person
- Search stolen/recovered property
- Search unidentified dead body
Citizen First Mobile App કરવાની પ્રક્રિયા
Citizen First Mobile App ગુજરાતમાં રહેતા દરેક વ્યક્તિ કરી શકે છે. પરંતુ Android અને iOS માટે આ પ્રક્રિયા અલગ અલગ રહેશે. જે નીચે મુજબ છે.
Citizen First Mobile App for Android
એન્ડ્રોઇડ વપરાશ કરતા માટે સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ કરવા માટે સૌ પ્રથમ ગૂગલ એપ સ્ટોરમાં જવું પડશે. જેમાં તમારે સર્ચના બટન ઉપર ક્લિક કરીને સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ(Citizen First Mobile) ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી સામે એપ્લિકેશન આવશે જેને કરીને ઇન્સ્ટોલ કરવાની રહેશે. એમાં રજીસ્ટ્રેશન કરવા માટેની પ્રક્રિયા લેખમાં આગળ જણાવવામાં આવશે.
Citizen First Mobile App for iOS
સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ ના શુભારંભ વખતે શ્રી અમિતભાઈ શાહે જણાવેલું હતું કે આગામી સમયમાં આ એપ iOS યુઝર માટે પણ જલ્દીથી લોન્ચ કરવામાં આવશે. જેવી iOS યુઝર માટે આ એપ (Citizen First Gujarat Police App) લોન્ચ થશે એવી તરત જ આ લેખને અપડેટ કરવામાં આવશે. જેથી તમે પણ આ એપ્લિકેશન કરી શકો.
Citizen First Mobile App Registration 2023
સ્ટેપ 1: સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ માં રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ ઉપર જણાવ્યા પ્રમાણે તમારે એપ્લિકેશન કરવી પડશે અથવા તેના પોર્ટલ પર જવાનું રહેશે.
સ્ટેપ 2: હવે તમારી સામે હોમપેજ ખુલેલું હશે જેમાં તમારે થ્રી ડોટ ઉપર ક્લિક કરીને Login/Registration બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3: ત્યારબાદ તમારી સામે નવું ફોર્મ ખુલી જશે. જેમાં તમારે તમારી સામાન્ય વિગત ભરીને પાસવર્ડ બનાવવાનો થશે. (નામ, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે)
સ્ટેપ 4: ત્યારબાદ સબમીટ બટન ઉપર ક્લિક કરતા ની સાથે જ તમે સીટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ માં રજીસ્ટર થઈ જશો.
સ્ટેપ 5: હવે જ્યારે પણ તમારે ફરિયાદ નોંધાવી હોય ત્યારે તમારું યુઝર આઇડી અને પાસવર્ડ નાખીને લોગીન કરી ફરિયાદ કરી શકો છો.
આ રીતે તમે એપ માં રજિસ્ટ્રેશન કરાવી શકો છો.
How to report eFIR for Vehicle/Mobile Theft (મોબાઈલ અને બાઇક ચોરીની એફઆઇઆર નોંધાવા માટેની પ્રક્રિયા)
સ્ટેપ 1: એફઆઇઆર નોંધાવવા માટે સૌપ્રથમ તમારે ફર્સ્ટિઝન મોબાઈલ એપ અથવા પોર્ટલમાં લોગીન થવાનું રહેશે.
સ્ટેપ 2: ત્યારબાદ તેમાં eFIR (Mobile/Vehicle Theft) પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 3: હવે તમારી સામે નવું પેજ ખુલશે.
સ્ટેપ 4: જેમાં તમારે ખોવાયેલ મોબાઇલ ફોન અથવા બાઇક ની વિગતો ભરવાની રહેશે.
સ્ટેપ 5: વિગતો ભરાય ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરીને FIR દાખલ કરી શકો છો.
Benefits of First Citizen Mobile App (ફર્સ્ટ સિટીઝન મોબાઈલ એપ ના ફાયદા/વિશેષતાઓ)
- ફર્સ્ટ સિટીઝન મોબાઇલ એપ થકી ગુજરાતના દરેક નાગરિકો કે જેની પાસે સ્માર્ટફોન હશે તેને હવેથી પોલીસ સ્ટેશને ધક્કા ખાવાની જરૂર નહીં રહે.
- આ એપ થકી તમે મોબાઈલ ચોરી અને વાહન ચોરીની FIR ઓનલાઇન નોંધાવી શકો છો.
- FIR નોંધાયાના 48 કલાકની અંદર પોલીસ સામેથી ફરિયાદી નો સંપર્ક કરશે.
- ત્યારબાદ તે મોબાઇલ અને વાહન ચોરી ના બનાવની જગ્યાની મુલાકાત લેશે.
- 21 દિવસની અંદર જ તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે.
- આ ઓનલાઇન ફરિયાદ નોંધાયા અંગેની તપાસ ની કામગીરી નું સ્ટેટસ ફરિયાદીના મોબાઇલમાં એસએમએસ અથવા ઇમેલથી જાણ કરાવવામાં આવશે.
- પોલીસ દ્વારા જ વીમા કંપનીઓને પણ ઇમેલ અથવા SMS થકી જાણ કરવામાં આવશે જેથી ફરિયાદીને તેનો વીમો સરળતાથી મળી જાય.
- FIR નોંધાવ્યા ના 48 કલાકની અંદર જો તમારી FIR સબમિટ ન થાય તો તે 120 કલાકની અંદર ઓટોમેટીક સબમિટ થઈ જશે.
First Citizen Mobile App Slogans
SEEK TO SHARE
તમારી ફરિયાદ ની તપાસ ની માહિતી હવે તમારે માંગવી નહીં પડે તે મળશે તમને આંગળીના ટેરવે.
QUEUE TO QR
ફરિયાદ નોંધાવા Queue માં ઉભા રહેવાની જરૂર નથી, QR code સ્કેન કરો અને ફરિયાદ કરો.
WALK TO WEB
પોલીસ સ્ટેશન રૂબરૂ જવાને બદલે વેબ પોર્ટલ પર કરો તમારી ફરિયાદ.
LINE TO ONLINE
હવે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી તમારી ફરિયાદ કરાવો ઓનલાઇન.
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
ઓફિસિયલ પોર્ટલ | અહીંયા ક્લિક કરો |
આ પણ વાંચો:
FAQs
પ્રશ્ન 1: First Citizen Mobile App કેવી રીતે કરવી?
જવાબ: એન્ડ્રોઇડ વપરાશ કરતાઓ google play store ઉપરથી કરી શકશે.
પ્રશ્ન 2: આ એપ ઉપરથી હાલમાં કયા કયા ગુનાઓની FIR દાખલ થઈ શકે છે?
જવાબ: મોબાઈલ અને વાહન ચોરી
પ્રશ્ન 3: સિટિઝન ફર્સ્ટ મોબાઈલ એપ ક્યારે લોન્ચ કરવામાં આવી?
જવાબ: 22જુલાઈ, 2022
પ્રશ્ન 4: આ એપ્લિકેશનનો ઉપયોગ કોણ કરી શકે છે?
જવાબ: ગુજરાતની જનતા
પ્રશ્ન 5: FIR નોંધાયા ના કેટલા સમય પછી પોલીસ તમારો કોન્ટેક્ટ સામેથી કરશે?
જવાબ: 48 કલાકની અંદર