Contaf ફુગનાશકના ઉપયોગ વિશે સંપૂર્ણ માહિતી | uses of Contaf plus (hexaconazole 5 sc) fungicide

contaf fungicide uses, contaf plus fungicide uses, contaf ફૂગનાશક ના ઉપયોગ વિશે માહિતી,

Table of Contents

 

contaf fungicide uses

નમસ્કાર ખેડૂત મિત્રો,

આજની તારીખમાં ગુજરાતમાં લગભગ કોઈ એવા ખેડૂત નહીં હોય કે જેણે Contaf દવાનો ઉપયોગ નહીં કર્યો હોય. પરંતુ આજના આ આર્ટીકલમાં આપણે Contaf ફૂગનાશક દવાના ઉપયોગ તેમજ તેનો ડોઝ કેટલો રાખવો અને કેવા કેવા પાકોમાં વાપરી શકાય તેના વિશેની સંપૂર્ણ પ્રકારની માહિતી મેળવીશું. સાથે સાથે આપણે કયા સમયે Contaf દવા વાપરવી અને કયા સમયે Contaf plus (Hexaconazole 5 sc) દવા વાપરવી તેના વિશેની પણ સંપૂર્ણ પ્રકારની માહિતી મેળવીશુ. All information about uses of Contaf plus (hexaconazole 5 sc) fungicide, contaf fungicide uses

Contaf દવા નુ કાર્ય | Work of Hexaconazole 5 sc ( Contaf Fungicide)

Contaf દવા વાપરવાથી એટલે કે Hexaconazole નામનું કેમિકલ વાપરવાથી આપણાં પાકમાં જે ફુગ લાગેલી છે તેમાંથી ઉત્પન્ન થતા નવા બીજાણુઓને રોકવાનું કામ આ દવા કરે છે.

ખેડૂત મિત્રો Contaf નામની આ દવા માં ટ્રાન્સલેમિનાર એક્શન પણ આપવામાં આવેલું છે જેનાથી આપણા પાકમાં આ દવાના ઉપયોગથી બમણો ફાયદો થાય છે

Contaf દવા સિસ્ટમેટિક પ્રકારનો રોગ નાશક છે એટલે કે આપણા પાકમાં ફુગ હાલમાં આવી ગયેલી હોય તોપણ આ દવા અસરકારક સાબિત થાય છે અને ફુગ આવ્યા પહેલા પણ આ દવાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. સાથે સાથે Hexaconazole 5 sc કેમિકલ ની એક ખાસીયત એ છે કે તે આપણા પાકમાં થયેલી ફુગને જડમૂળથી ખતમ કરી નાખવાની શક્તિ ધરાવે છે.

Contaf દવા કેવા કેવા રોગોમાં વાપરી શકાય? | Contaf Fungicide Uses

1) powdery mildew

એટલે કે આપણા પાક ના પાન ઉપર જો સફેદ પ્રકારનો પાઉડર અથવા તો ભુકીછારો થતો હોય તેમાં Contaf દવા વાપરી શકાય છે

2) Rust

એટલે કે જો આપણા પાક ના પાન ઉપર પીળા રંગનો પાવડર થતો હોય અથવા કથ્થાઈ રંગ નો પાવડર જમા થઈ જતો હોય તો તેવા રોગમાં પણ આ દવા અસરકારક સાબિત થઈ શકે છે

3) Leaf Spot

એટલે કે આપણે વાવેલા પાકના પાન ઉપર કાલા કલર ના ગોળ ધાબા થતા હોય તો તેમાં પણ આ જ દવા Contaf વાપરી શકાય છે

Contaf દવાનું કેમિકલ નામ | Contaf Fungicide Content

Hexaconazole 5% ec/sc

Contaf જેવી જ અન્ય કંપનીની દવા

1) કંપનીનું નામ: Green well biotech

દવાનું નામ: Hexa Green

2) કંપનીનું નામ: Chemet

દવાનું નામ: Chemet Hexaconazole

3) કંપનીનું નામ: Hindustan Agro Chemical

દવાનું નામ: Kena Plus

ખેડૂત મિત્રો આ જ રીતે એક સરખા કેમિકલવાળી ઘણી બધી પ્રકારની દવા આવે છે તમે ઉપર દર્શાવેલા રોગ હોય તો આ કેમિકલવાળી કોઈ પણ સારી કંપનીની દવા વાપરી શકો છો.

Contaf દવા કેવા પાકોમાં વાપરી શકાય | in which crops we can use of contaf (Hexaconazole 5 sc) fungicide

ખેડૂત મિત્રો આમ તો આપણે દર્શાવેલા રોગો જો તમારા કોઈપણ પ્રકારના પાક માં હોય તો તેમાં આ દવા વાપરી શકાય છે તેમ છતાં મરચી, ટમેટા, રીંગણી, તરબૂચ, કેરી, બટેટા, સોયાબીન, મગફળી, ડુંગળી, લસણ વગેરે જેવા પાકોમાં આ દવા વાપરી શકાય છે

Contaf દવા છાંટ્યા પછી કેટલા દિવસ સુધી આપણા પાક ઉપર કામ આપી શકે છે

Contaf દવાનો સ્પ્રે માર્યા પછી આપણા પાકમાં 12 થી 15 દિવસ સુધી ફુગનો એટેક થવા દેતી નથી.

Contaf દવાનો ડોઝ | Contaf Fungicide Dose Per Litre

1) 200 લીટર પાણી માટે આ દવા 20ml વાપરી શકાય છે.

2) 20 લીટર પાણી માટે આ દવા 2ml વાપરી શકાય છે.

3) જો તમારો દવા છાંટવાનો પંપ 15 લીટર નો હોય તો તેમાં 1.5ml આ દવા વાપરી શકાય છે.

Contaf દવા વાપરવાના ફાયદા | Benefits Of Contaf Fungicide Uses

1) Contaf દવામાં ટ્રાન્સલેમીનાર એક્શન છે.

( ટ્રાન્સલેમિનાર એકશન એટલે શું તે જાણવા માટે અહીં ક્લિક કરો)

2) આ દવામાં ફાઈટોટોનિક ઇફેક્ટ સમાયેલી છે.

ફાઈટોટોનિક ઇફેક્ટથી આપણા પાકનો છોડ તંદુરસ્ત બને છે.

3) આ દવા આપણા પાકમાં સિસ્ટમીક રીતે કામ કરે છે.

Contaf દવા વાપરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો | Things to keep in mind when uses of Contaf plus Fungicide

1) આ દવા કોઈ પણ વ્યક્તિના શરીરમાં ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

2) 18 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા બાળકોને આ દવાથી અંતર જાળવવુ જોઈએ.

Contaf વાપરવી કે Contaf Plus વાપરવી? | Contaf or Contaf Plus

ખેડૂત મિત્રો આ બંને દવાની કંપની એક જ છે જેનું નામ ટાટા રિલીઝ (Tata Rallies) છે. આ બંને દવા ના નામ એક સમાન લાગતા હોવાથી ખેડૂત ભાઈઓને મનમાં પ્રશ્ન મૂંઝવતો હોય છે કે આ બંનેમાંથી કઈ દવા સારી ગણાય? તો આ લેખમાં આપણે જાણીશું કે કેવા સમયે કઈ દવા વાપરવાથી આપણને વધારે ફાયદો થાય.

uses of contaf fungicide

Contaf દવા માં આવતા કેમિકલ નું નામ | Contaf Fungicide Content

Hexaconazole 5% EC

Contaf Plus દવા માં આવતા કેમિકલ નું નામ| Contaf Plus Fungicide Content

Hexaconazole 5%SC

તો ખેડૂત મિત્રો બંને પ્રકારની દવા માં એક જ સમાન કેમિકલ આવે છે પરંતુ તે કેમિકલના ફોર્મ્યુલેશનમાં ફરક જણાય છે.

કોન્ટાફ નામની દવા માં ec ફોર્મ્યુલેશન આવે છે જ્યારે contaf plus નામની દવા માં sc ફોર્મ્યુલેશન આવે છે.

જનરલ રીતે જોવા જઈએ તો આ બંને દવામાં લગભગ એક સમાન રીઝલ્ટ જોવા મળે છે પરંતુ ફોર્મ્યુલેશન અલગ હોવાથી કઈ ઋતુ માં કઈ દવા નું રીઝલ્ટ કેવું મળે છે તેના ઉપર નિર્ભર રાખે છે.

આ વસ્તુને આપણે એક ઉદાહરણથી સમજીએ તો ઉનાળાની ઋતુમાં તમે ગોલો ખાવ અને શિયાળાની ઋતુમાં તમે ગોલો ખાવ બંનેમાં એક સરખો જ બરફ આવે છે પરંતુ તમે સમજી શકો છો કે શિયાળાની ઋતુમાં ગોલા ખાવાથી શું થાય છે અને ઉનાળાની ઋતુમાં ગોલા ખાવાથી શું થાય છે.

તારણ | Conclusion

જે દવા માં sc formulation આવે છે તે દવા વરસાદી વાતાવરણમાં છાંટવાથી ec ફોર્મેશનમાં આવતી દવાથી વધારે ફાયદો આપે છે એટલે કે ચોમાસાની ઋતુ દરમિયાન જો આપણા પાકમાં ફૂગ આવેલી હોય તો આપણે contaf plus નામની દવાનો ઉપયોગ કરવાથી વધારે ફાયદો થઈ શકે છે. (કોન્ટાફ દવા ની સરખામણી માં).

જો ખેડુત મિત્રો તમને આ લેખથી કોઈ 2 વસ્તુ પણ સારી જાણવા મળેલી હોય તો તમે આ લેખને તમારા જાણીતા ખેડૂત ભાઈઓને Whats App(વોટ્સએપ) માં જરૂરથી શેર કરજો. જેથી આપણે અન્ય ખેડૂતોની પણ મદદ કરી શકીએ.

જો તમે આવી જ રીતે બીજી દવાઓ વિશે જાણવા માંગતા હોવ તો અહિયાં ક્લિક કરો.

જય જવાન જય કિસાન 🙏

આ પણ વાંચો:

2 thoughts on “Contaf ફુગનાશકના ઉપયોગ વિશે સંપૂર્ણ માહિતી | uses of Contaf plus (hexaconazole 5 sc) fungicide”

Leave a Comment

Join Whatsapp Group