ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના: જે પણ ખેડૂત ડ્રમ અને ટબનું બિલ રજૂ કરશે તેમને જ 2000 રૂપિયાની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. પછી ભલે ખેડૂત ભાઈઓએ અરજી કરેલી હોય અને ડ્રમ નહીં ખરીદે તો તેને 2000 રૂપિયાની રકમ આપવામાં આવશે નહીં. ફ્રી ડ્રમ અને ટબ સહાય યોજના ગુજરાત અંતર્ગત ખેડૂતોએ જાતે જ ખરીદવાના રહેશે.

ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના: ખેડૂત મિત્રો ગુજરાત રાજ્ય સરકાર તરફથી ખેડૂતોને ૨૦૦ લીટરનું ફ્રીડમ અને બે પ્લાસ્ટિકના ટબ કે જે 10 10 લીટર ના હોય છે તે મફતમાં આપવા માટેની જાહેરાત ગુજરાત રાજ્ય સરકાર તરફથી વર્ષ 2021 માં કરવામાં આવી હતી. જેમાં ઘણા ખેડૂત મિત્રોએ ગ્રામ પંચાયત તેમજ ઓનલાઇન આઇ ખેડૂત પોર્ટલ પરથી આ ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના (Free Drum and Tub Sahay Yojana) માટે અરજી કરેલી હતી. જેથી કરીને ખેડૂત પોતાના પોતાના ઉપયોગ માટે ૨૦૦ લીટર નું ડ્રમ (પ્લાસ્ટિકનું બેરલ) અને 10 લીટર ના બે ટબ મેળવી શકે. પરંતુ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આ યોજના અંતર્ગત ઘણો મોટો ફેરફાર કરવામાં આવેલો છે જેની માહિતી આપણે આ લેખમાં જ આગળ જાણીએ.
ગુજરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલો ફેરફાર
યોજના જ્યારે વર્ષ 2021 માં શરૂ કરવામાં આવી ત્યારે ગુજરાત સરકાર તરફથી એવી જાહેરાત કરવામાં આવેલી હતી કે જે ખેડૂત આઇ ખેડૂત પોર્ટલ પરથી આ યોજના માટે ઓનલાઈન અરજી કરશે તેને ગુજરાત રાજ્ય સરકાર તરફથી એક 200 લીટરનું ડ્રમ અને 10 10 લિટરના બે ટબ ફ્રી માં આપવામાં આવશે. પરંતુ હવે ગુજરાત રાજ્ય સરકાર ડ્રમ અને ટબ નહીં આપી શકે પરંતુ એની જગ્યાએ ગુજરાત રાજ્ય સરકાર જે જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી છે તેમને ₹2,000 ની રકમ આપશે.
આ પણ વાંચો: મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના (MMUY)
નોંધ: ઉપરની લીંક પર ક્લિક કરવાથી તમે ગુજરાત સરકાર દ્વારા 1 લાખ સુધીની વગર વ્યાજે આપતી લોન યોજના વિશે જાણકારી મેળવી શકશો.
શા માટે ફ્રી ડ્રમની જગ્યાએ ₹2,000 આપવામાં આવશે?
ખેડૂત મિત્રો તમારી જાણકારી માટે બતાવી દઈએ કે વર્ષ 2021 માં યોજના શરૂ થયા બાદ ગુજરાત રાજ્ય સરકાર તરફથી ટેન્ડર બહાર પાડવામાં આવેલું હતું જેમાં જે પણ કંપની આ ટેન્ડર પાસ કરે તેને ૨૦૦ લીટરનું ડ્રમ અને દસ દસ લિટરના બે ટબ બનાવીને ખેડૂતોની વિતરણ કરવાની જવાબદારી જે તે કંપનીને સોંપવામાં આવે છે. પરંતુ ટેન્ડરમાં કોઈપણ કંપની દ્વારા એગ્રીમેન્ટ થયેલું ન હતું કેમકે અપેક્ષા કરતા ડ્રમ અને ટબ ના ભાવ કંપનીને ઊંચા પડતા હતા. અંતમાં ગુજરાત રાજ્ય સરકારે ટેન્ડર બંધ કરવું પડ્યું. એટલા માટે ગુજરાત રાજ્ય સરકાર તરફથી હવે એવી નોટિસ બહાર પાડવામાં આવેલી છે કે જે પણ ખેડૂતે આ યોજનાની અંદર અરજી કરેલી છે તેણે પોતાની રીતે જ માર્કા વાળું 200 લીટરનું ડ્રમ અને 10 10 લિટરના બે ટબ ખરીદીને તેનું બિલ સંબંધિત કચેરીમાં જમા કરાવીને 2000 રૂપિયાની રકમ મેળવી શકશે.
આ પણ વાંચો: Gujarat Shramik Annapurna Yojana
ખેડૂતોએ કઈ તારીખ સુધી ડ્રમ અને ટબ ખરીદીને બિલ કચેરીમાં જમા કરાવવાનું રહેશે?
ખેડૂત મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલના જણાવ્યા પ્રમાણે, જે પણ ખેડૂત ડ્રમ અને ટબનું બિલ રજૂ કરશે તેમને જ 2000 રૂપિયાની રકમ તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે. પછી ભલે ખેડૂત ભાઈઓએ અરજી કરેલી હોય અને ડ્રમ નહીં ખરીદે તો તેને 2000 રૂપિયાની રકમ આપવામાં આવશે નહીં. આગળમાં રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના અંતર્ગત 31 માર્ચ 2023 સુધીમાં જે ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરેલી છે તેમણે ડ્રમ અને ટબ ખરીદીને તેમના બિલ સંબંધિત કચેરીમાં જમા કરાવી દેવાના રહેશે. ત્યારબાદ તેમના બિલ સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચો: Aatmanirbhar Gujarat Yojana
ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના ગુજરાતમાં કેટલા ખેડૂતોએ અરજી કરેલી છે?
દોસ્તો ગુજરાત સરકાર દ્વારા જ્યારે વર્ષ 2021 માં ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના બહાર પાડવામાં આવેલી હતી ત્યારે ગુજરાતમાં લગભગ 13,00,000 થી વધારે ખેડૂતોએ ફ્રી ડમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરેલી હતી. પરંતુ વર્ષ 2021 માં ગુજરાત રાજ્ય સરકારનું આ યોજના અંતર્ગત બજેટ માત્ર 70 કરોડ રૂપિયાનું જ હતું. અને આ 70 કરોડ રૂપિયાથી માત્ર ચાર લાખ ખેડૂતોને જ ડ્રમ અને ટબ આપી શકાય તેમ હતા. પરંતુ ગુજરાત રાજ્ય સરકારે વર્ષ 2022-23 માં ફ્રી ડમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના અંતર્ગત બજેટ વધારીને ડબલ કરી દીધેલું છે. એટલે હવે 140 કરોડ રૂપિયામાં 13 લાખ અરજી કરેલ ખેડૂતોમાંથી સાત લાખ ખેડૂતોને આ યોજના નો લાભ મળી શકશે.
આ પણ વાંચો: Suposhit Mata Swasth Bal Yojana
બાકીના ખેડૂતોને શું આ યોજનાનો લાભ મળશે?
દોસ્તો જેમ ક અમે ઉપર જણાવ્યું એ પ્રમાણે આ Free Drum and Tub Sahay Yojana અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારે 140 કરોડ રૂપિયાનું બજેટ નિર્ધારિત કરેલું છે. આ બજેટમાંથી માત્ર સાત લાખ ખેડૂતોને જ ડ્રમ અને ટબ માટે ₹2,000 આપી શકાય તેમ છે. જ્યારે છ લાખ ખેડૂતો આ યોજનાથી વંચિત રહી જશે. હાલમાં બાકી બચેલા છ લાખ ખેડૂતોને સરકાર આ યોજના અંતર્ગત લાભ આપશે કે નહીં તેની જાણકારી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી નથી. અને જો આ છ લાખ ખેડૂતોને યોજનાનો લાભ મળશે તો ક્યારે મળશે તેની પણ જાણકારી ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી નથી.
ફ્રી ડ્રમ અને બે પ્લાસ્ટિક ટબ સહાય યોજના: વિશે અમે તમને સંપૂર્ણ જાણકારી આસાન ભાષામાં આપેલી છે. જો તમે ગુજરાત રાજ્યની બીજી સરકારી યોજનાઓ વિશે જાણવા માગતા હોય તો અમારી KhetiNiDuniya.in વેબસાઈટના હોમ પેજ ઉપર જઈને તમે જાણી શકશો. જ્યાં તમને Govt. Yojana નામના મેનુમાં સ્ટેટ વાઇઝ સરકારી યોજનાઓ નું લિસ્ટ દેખાશે. ખેડૂત મિત્રો અત્યાર સુધી અમારી સાથે આ લેખ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર અને ભવિષ્યમાં પણ જો તમે સરકારી યોજનાઓનું અપડેટ સૌથી પહેલા મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ અથવા whatsapp ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો. કેમકે સૌથી પહેલા અપડેટ અમે whatsapp ગ્રુપમાં જ આપીએ છીએ.
Join Telegram Channelજો ખેડૂત મિત્રો આ આર્ટિકલ “ફ્રી ડ્રમ અને બે ટબ સહાય યોજના 2023 (Free Drum and Tub Sahay Yojana)” તમને ઉપયોગી લાગ્યો હોય તો તમે આ લેખને તમારા જાણીતા ખેડૂત મિત્રોના whatsapp ગ્રુપમાં જરૂરથી શેર કરજો જેથી અન્ય ખેડૂત મિત્રોને પણ આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી શકે.
આ પણ વાંચો: Pradhan Mantri Matru Vandana Yojana Online Apply