સુરતથી 4000 લોકો આજે શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સોમનાથ મંદિરના દર્શને જશે. (Shravan Tirth Darshan Yojana)

મિત્રો વર્ષ 2017 માં ગુજરાત સરકાર તરફથી શ્રવણ તીર્થ દર્શન યોજનાનો (Shravan Tirth Darshan Yojana) શુભારંભ કરવામાં આવેલ હતો. આ યોજના ચાલુ કરવા પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં વસતા સિનિયર સિટીઝનોને તીર્થ દર્શન યાત્રા કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવાનો હતો. જેથી કરીને રાજ્યના સિનિયર સિટીઝનો કે જેની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તે બધાને આ યોજના હેઠળ લાભ મળી શકે.

shravan Tirth Darshan Yojana
Credit: https://yatradham.gujarat.gov.in/

સુરતથી 4000 સિનિયર સિટીઝનો શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ કરશે પ્રવાસ

શ્રવણ તીર્થ દર્શન યોજના ને 2022 માં અપડેટ કરવામાં આવેલી છે. આ યોજના હેઠળ પહેલા 30 કે તેથી વધુ લોકોનો સમૂહ જો હોય તો જ આ યોજનાનો લાભ લઈ શકતા હતા જે હવે ઘટાડીને 27 લોકોના સમૂહની મંજૂરી મળી ગયેલી છે. આવી જ રીતે અલગ અલગ સમૂહ થઈ સુરતમાં 75200 નું આયોજન કરવામાં આવેલુ છે. જેમાં સુરતથી ટોટલ 4000 લોકો 14 ઓગસ્ટ વર્ષ 2022 રવિવારના દિવસે આ યોજના હેઠળ તીર્થયાત્રાનો પ્રવાસ શરૂ કરશે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

સિનિયર સિટીઝનો ના પ્રવાસનો રુટ

આ બધી બસ એટલે કે 4000 સિનિયર સિટીઝન રવિવાર ની સાંજે સોમનાથ મંદિરે પહોંચશે. જ્યાં તેઓ આ યોજના હેઠળ મળતી રકમ મુજબ સોમનાથમાં જ રાત્રી રોકાણ કરશે. ત્યારબાદ બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2022 ના દિવસે આ બધા યાત્રાળુઓ 75 માં સ્વતંત્ર દિવસની ઉજવણી સોમનાથ મંદિરના આંગણમાં જ કરશે. ત્યારબાદ તે બધા શ્રદ્ધાળુ સોમનાથ મંદિરના દર્શન કરશે અને તે જ દિવસે ત્યાંથી બધાની બસ રાજકોટ જિલ્લામાં આવેલ ખોડલધામ મંદિરના દર્શને જશે. સાથે સાથે બધા શ્રદ્ધાળુઓ આ યોજના હેઠળ ચોટીલા ખાતે માં ચામુંડ માના મંદિરે દર્શન કરવા જશે. આ રીતે સુરતના 4000 સિનિયર સિટીઝનો શ્રમણ તીર્થ દર્શન યોજના હેઠળ બે દિવસ અને એક રાત્રી નો પ્રવાસ નજીવા ખર્ચમાં કરી શકશે.

શ્રવણ તીર્થ દર્શન યોજના અપડેટ

આ યોજના જ્યારે 2017માં ગુજરાત સરકાર તરફથી ચાલુ કરવામાં આવેલી હતી ત્યારે આ યોજના હેઠળ ત્રણ દિવસ અને બે રાત્રી નો સમય આપવામાં આવેલો હતો જે હવે વધારીને ત્રણ દિવસ અને ત્રણ રાત્રી ની મર્યાદા કરવામાં આવેલી છે. 2022 પહેલાં આ યોજના હેઠળ પ્રવાસ ખર્ચના 50% ની વળતર શ્રદ્ધાળુ ને આપવામાં આવતી હતી જે હવે વધારીને 75% સુધી ની વળતર રાજ્ય સરકાર તરફથી તીર્થ સ્થાનોના પ્રવાસ કરતા બધા શ્રદ્ધાળુઓને આપવામાં આવશે.

તે ઉપરાંત અત્યાર સુધી આ યોજના હેઠળ 30 કે તેથી વધુ લોકોનો જો સમૂહ હોય તો જ લાભ મળી શકતો હતો જે હવે ઘટાડીને 27 લોકોના સમૂહમાં પણ આ યોજનાનો પૂરેપૂરો લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી 60 વર્ષથી નીચેના વ્યક્તિ તીર્થ સ્થાનોની યાત્રા કરી શકતા ન હતા જે હવે ધારો કે કપલમાં એકની ઉંમર 60 વર્ષથી વધારે હોય અને બીજાની ઉંમર 60 વર્ષથી નીચે હોય તો તે બંને વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકશે.

જો તમે આ યોજના હેઠળ લાભ લેવા માગતા હોય અને આ યોજના માં અરજી કરવા માગતા હોય તેની સંપૂર્ણ વિગત મેળવવા માટે અહીંયા ક્લિક કરો. જ્યાંથી તમે આ યોજનાની સંપૂર્ણ વિગત મેળવી શકશો.

યોજનાની વધુ માહીતી મેળવવાં માટેઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો
ટેલીગ્રામ ચેનલ મા જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

આ પણ વાંચો:

FAQs for Shravan Tirth Darshan Yojana

પ્રશ્ન: શ્રવણ તીર્થ દર્શન યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી?

જવાબ: વર્ષ 2017 માં

પ્રશ્ન: આ યોજના ક્યારે અપડેટ કરવામાં આવી?

જવાબ: વર્ષ 2022 માં

પ્રશ્ન: આ યોજના હેઠળ કેટલી સહાય મળવાપાત્ર છે?

જવાબ: થયેલ ખર્ચના 75% સહાય મળવાપાત્ર છે.

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now