ગુજરાત સરકાર દ્વારા ikhedut પોર્ટલ ઉપર આ યોજના ચલાવવામાં આવે છે.
official વેબસાઇટ (https://ikhedut.gujarat.gov.in/) પરથી આ યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો.
આ યોજના અંતર્ગત ગુજરાત સરકારનો મુખ્ય હેતુ શાકભાજી તેમજ ફળ પાકોનો બગાડ અટકાવવાનો છે
ચોમાસા દરમ્યાન નાના વેચાણકારોને વિનામૂલ્યે એટલે કે મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે.
આ યોજના અંતર્ગત રાજ્યના ફળ, શાકભાજી, ફુલ પાકો તથા કૃષિ પેદાશો નું રોડ સાઈડ પર વેચાણ કરતા અથવા તો હાટ બજારમાં વેચાણ કરતા કે પછી લારીવાળા ફેરિયાઓને મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે.
ગુજરાત રાજ્યનો વર્ષ 2022-23 નો લક્ષ્યાંક લગભગ 7400 છત્રી અથવા શેડ કવર આપવાનો છે.
મફત છત્રી યોજના માટેની અંતિમ તારીખ 16 જુલાઈ 2022 છે.
આ યોજના વિશે વધુ જાણવા માટે Learn More પર ક્લિક કરવાથી જાણી શકશો.