મફત 250 કીલો પશુ ખાણદાણ યોજના 2023 | FREE 250 kg Khandan Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા સમયસર ખેડૂતોને યોજનાનો લાભ મળી રહે તે માટે મફત 250 કીલો પશુ ખાણદાણ યોજના 2023 ચાલુ કરવામાં આવી છે. તેમજ સમયાંતરે ikhedut પોર્ટલ ઉપર નવી નવી યોજનાઓ મૂકવામાં આવે છે. જેમાંથી આજે આપણે પશુ ખાણદાણ યોજના વિશે વાત કરીશું. આજના સમય પ્રમાણે ખેતીવાડીની સાથે સાથે પશુપાલન વ્યવસાય હોવો જરૂરી બની ગયો છે. પશુપાલન થકી ખેડૂતોને એક અલગ આવક ઉભી થઈ શકે છે. તો આજના આ લેખમાં આપણે મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2023 (FREE 250 kg Khandan Yojana 2023) વિશે વિસ્તૃતમાં ચર્ચા કરીશુ.

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022 | FREE 250 kg Khandan Yojana 2022

Table of Contents

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

મફત 250 કિલો પશુ ખાણદાણ યોજના 2023 નો મુખ્ય હેતુ

પશુ ખાણદાણ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂત ભાઈઓ પશુપાલન વ્યવસાય ધરાવતા હોય એને પશુઓ માટે મફતમાં ખાણદાણ મળી રહે એ માટે ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરીને પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પશુપાલનને ખેતીનું એક અંગ ગણીને આ યોજના દ્વારા ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવે એ હેતુસર 250 કિલોગ્રામ ખાણદાણ યોજના ચાલુ કરવામાં આવેલી છે.

મફત 250 કિલો પશુ ખાણદાણ યોજનામાં મળવાપાત્ર લાભો

પશુ ખાણદાણ યોજનામાં ગુજરાતના ખેડૂતો જ લાભ લઇ શકે છે. અને એમાંય જ્ઞાતિ વાઈઝ અલગ-અલગ ડિપાર્ટમેન્ટ પાડવામાં આવેલા છે જેની યાદી નીચે દર્શાવવામાં આવેલી છે.

પશુપાલન યોજના અંતર્ગત પશુપાલકોને 250 કિલો મફત પશુ ખાણદાણ 100% લેખે સહાય આપવામાં આવશે.

પશુ ખાણદાણ યોજનામાં કોઈ પણ પશુપાલક (વ્યક્તિદીઠ અથવા કુટુંબદીઠ) એક વર્ષમાં એક જ વખત લાભ લઇ શકે છે.

પશુ ખાણદાણ યોજનામાં જ્ઞાતિવાદ મળવાપાત્ર લાભોની યાદી

  • અનુસૂચિત જન જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને(ગાય/ભેંસ) ખાણદાણ સહાય. (લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કિલોગ્રામ માટે 100% લેખે સહાય આપવામાં આવશે).
  • અનુસૂચિત જન જાતિના પશુપાલકોને વિયાણ બાદ પશુઓને(ગાય/ભેંસ) ખાણદાણ ખરીદી પર સહાય. (લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કિલોગ્રામ માટે 100% લેખે સહાય આપવામાં આવશે).
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને ગાભણ પશુ(ગાય/ભેંસ) માટે ખાણદાણ સહાય. ( લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કીલોગ્રામ માટે 100% લેખે ગુજરાત સરકાર સહાય આપશે).
  • અનુસૂચિત જાતિના પશુપાલકોને વિયાણ બાદ પશુઓ(ગાય/ભેંસ) માટે ખાણદાણ સહાય. ( લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કિલોગ્રામ માટે 100% લેખે ગુજરાત સરકાર સહાય આપવામાં આવશે).
  • સામાન્ય જાતિના પશુપાલકોના ગાભણ પશુઓને(ગાય/ભેંસ) ખાણદાણ સહાય. ( લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કિલોગ્રામ માટે 100% લેખે સહાય).
  • સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓને(ગાય/ભેંસ) વિયાણ બાદ ખાણદાણ સહાય. ( લાભાર્થી દીઠ કુલ ૨૫૦ કિલોગ્રામ માટે 100% લેખે સહાય).

Important Points of Pashu Khandan Sahay Yojana 2023

મફત 250 કિલો પશુ ખાણદાણ યોજના 2023 ની વિગત

[wptb id=793]

પશુ ખાણદાણ યોજનાનો લાભ મેળવનારની પાત્રતા

પશુ ખાણદાણ યોજનામાં લાભાર્થીની પાત્રતા કેવી હોવી જોઈએ તે નીચે દર્શાવેલી છે.

  • મફત 250 કિલો પશુ ખાણદાણ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
  • પશુ ખાણદાણ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી પશુપાલક હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભાર્થી અનુસુચિત જનજાતિ, અનુસૂચિત જાતિ કે પછી સામાન્ય કેટેગરીના હોવો જોઈએ.
  • આ યોજનાનો લાભ પશુપાલક દીઠ અથવા કુટુંબ દીઠ વર્ષમાં એક વખત જ લઈ શકાય છે.
  • પશુપાલક ની ગાય અથવા ભેંસ ગાભણ હોવી જોઈએ.
  • પશુપાલક ની ગાય અથવા ભેંસ વિયાણેલી હોવી જોઈએ.
  • આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીની ઓનલાઈન અરજી કરેલી હોવી જોઈએ.

મફત 250 કીલો પશુ ખાણદાણ‌ યોજનાની અંતિમ તારીખ

મફત 250 કીલો પશુ ખાણદાણ‌ યોજના 2022 ની અંતિમ તારીખ 31 may 2022 છે. (31-05-2022).

Documents Required for Pashu Khandan Yojana | પશુ ખાણદાણ‌ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

પશુ ખાણદાણ યોજનાની ઓનલાઈન અરજી કરતી વખતે જરૂર પડતા ડોક્યુમેન્ટની યાદી

  • લાભાર્થીના આધાર કાર્ડની નકલ.
  • લાભાર્થીના રેશનકાર્ડની નકલ.
  • લાભાર્થીનો મોબાઇલ નંબર.
  • જો લાભાર્થી અનુસૂચિત જનજાતિમાં આવતા હોય તો તેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી અનુસૂચિત જાતિ માં આવતા હોય તો તેનું પ્રમાણ
  • જો લાભાર્થી દુધ ઉત્પાદક મંડળી સાથે સંકળાયેલા હોય તો તેનું ઓળખ પત્ર (લાગુ પડતું હોય તો જ)
  • આધાર નંબર સાથે જોડાયેલ બેન્ક એકાઉન્ટ નંબર
  • છેલ્લા કેટલાક વર્ષમાં લાભ લીધેલો છે તેની વિગતો

ઓનલાઈન અરજી સાથે બીડાણ કરવાના ડોક્યુમેન્ટ

  • બારકોડેડ રેશનકાર્ડની નકલ
  • સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ ( એમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, કિશાન ક્રેડિટ કાર્ડ)
  • કૃત્રિમ બીજદાન અથવા કુદરતી સંવર્ધન રીતે પશુ ફેરવ્યાનું પ્રમાણપત્ર
  • ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્રની નકલ (જો લાગુ પડતું હોય તો જ)

Online Process of પશુ ખાણદાણ યોજના

  1. સૌથી પહેલા google ઉપર આઇ ખેડૂત પોર્ટલ ખોલો.  (ikhedut.gujarat.gov.in)

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

2. એમાં યોજનાઓ ઉપર ક્લિક કરીને પશુપાલન યોજનાઓ ઉપર ક્લિક કરો.

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

image credit: ikhedut.gujarat.gov.in

3. ત્યારબાદ તમે જે કેટેગરીમાં આવતા હોય તે યોજના સિલેક્ટ કરો.

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

image credit: ikhedut.gujarat.gov.in

4. ત્યારબાદ જો તમે રજીસ્ટર ખેડૂત હોય તો હા અને જો ન હોય તો ના કરીને આગળ વધો.

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

image credit: ikhedut.gujarat.gov.in

5. ત્યારબાદ નવી અરજી ઉપર ક્લિક કરીને અરજદારની તમામ વિગત ભરીને બાજુમાં આપેલ બટન અરજી અપડેટ કરવા પર ક્લિક કરો.

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 20226. અરજી અપડેટ થયા બાદ અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો (એક વખત અરજી કન્ફર્મ થઇ ગયા બાદ તેમાં કોઈ સુધારા-વધારા થશે નહીં).

મફત 250 કીલો પશુ ખાણદાન યોજના 2022

image credit: ikhedut.gujarat.gov.in

7. તમારી ઓનલાઇન અરજી કન્ફર્મ થઇ ગયા બાદ તેની પ્રિન્ટ કાઢો.

8. પ્રિન્ટ નીકળી ગયા બાદ તેમાં અરજદારની સહી કરી તેમજ જરૂરી વિગતો ભરી આપણે દર્શાવેલા ડોક્યુમેન્ટ્સ અરજી સાથે બીડાણ કરી નજીકના પશુ પાલન જૂથમાં જમા કરાવો અથવા તો એ બધા ડોક્યુમેન્ટ્સ તમે ઓનલાઇન કોણ અપલોડ કરી શકો છો.

ઓનલાઈન અરજી નું સ્ટેટસ જાણવા માટે નીચે આપેલા બટન ઉપર ક્લિક કરો

અરજીનું સ્ટેટસ જાણવા માટે અહી ક્લિક કરો

તારણ | Conclusion

મિત્રો આજના આ લેખ મફત 250 કીલો પશુ ખાણદાણ યોજના 2022 (FREE 250 kg Khandan Yojana 2022) માં આપણે જોયું કે આ યોજનાની અંતિમ તારીખ કઈ છે. તેમજ તેની ઓનલાઇન પ્રોસેસ કઈ રીતે કરવી તેના વિશેની સંપૂર્ણ પ્રકારની માહિતી મેળવી.

તો હજી સુધી તમને આ યોજનામાં કાંઈ ન સમજાણુ હોય તમે કોમેન્ટ કરીને પુછી શકો છો. ખેડૂત મિત્રો આ લેખને તમારા જાણીતા દરેક મિત્રોને whatsapp ગ્રુપમાં જરૂર થી શેર કરજો. જેથી કરીને અન્ય ખેડૂત મિત્રો પણ આ યોજનાનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકે

આવી જ રીતે અન્ય યોજનાઓ વિશે જાણવા માટે અહિયાં ક્લિક કરો. 

મફત 250 કિલો પશુ ખાણદાણ યોજના કઈ વેબસાઇટ ઉપર આવેલી છે?

આ યોજના i khedut પોર્ટલ ઉપર મૂકવામાં આવી છે.

આ યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

31 મે, 2022

આ યોજનાનો મુખ્ય સહાય હેતુ શું છે?

આ યોજના દ્વારા ગુજરાતના દરેક પશુપાલકોને મફત ખાણદાણ મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે.

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now