[ suposhit mata swasth bal yojana 2023, online apply, registration process, suposhit maa swasth bal yojana in gujarati, સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના, suposhit mata swasth bal yojana online form, (સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના ઓનલાઇન અરજી) (આવેદન પ્રક્રિયા) સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના ]
ગુજરાત સરકારે આ વર્ષ એટલે કે 2022-23 માં સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના બહાર પાડવાનો નિર્ણય કર્યો છે. આ યોજના અંતર્ગત જે મહિલા ગર્ભવતી છે અથવા તો દૂધ પીવડાવવા વાળી માતા હશે એને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા કેવી હોવી જોઈએ? તેમજ આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? અને આ યોજનામાં અરજી કરવા માટે શું કરવું જોઈએ? તેના વિશેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપણે આપશું.
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના 2023 (Suposhit Mata Swasth Bal Yojana)
યોજનાનું નામ | સુપોષિત માતા અને સ્વસ્થ બાળ યોજના |
યોજના કોણે ચાલુ કરી | ગુજરાત સરકાર |
કયા રાજ્યને લાભ મળશે | ગુજરાત |
યોજનાનો લાભ | 1000 દિવસ સુધી પૌષ્ટીક આહાર આપવામાં આવશે |
કોના માટે ચાલુ કરી | રાજ્યની ગર્ભવતી અથવા દુધ પીવડાવતી મહિલાઓ માટે |
અરજી કરવાની પ્રક્રિયા | જલ્દી શરૂ થશે |
વિભાગ | મહિલા તેમજ બાલ વિકાસ વિભાગ |
યોજનાનું બજેટ | લગભગ 4900 કરોડ રૂપિયા |
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શું છે (What is Suposhit Mata Swasth Bal Yojana 2023)
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે. આ યોજનાનું બજેટ 4976 કરોડ રૂપિયાનું છે. મહિલાઓ અને બાળકોના આરોગ્ય અને પોષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ યોજના ગુજરાતના મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવેલી છે. ગુજરાત સરકારનું એવું માનવું છે કે આજની કિશોરીઓ આવતા સમયમાં જ્યારે મા બનશે ત્યારે તેના દરેક તબક્કે આરોગ્ય અને સ્વાસ્થ્યની કાળજી રહે તેવો ખોરાક મળવો જરૂરી છે. એટલા માટે આ યોજના અંતર્ગત દરેક ગર્ભવતી મહિલાઓને ૧૦૦૦ દિવસ સુધી યોગ્ય અને પૌષ્ટિક આહાર મળે તે માટે આ સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના શરૂ કરવામાં આવી છે.
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાનો હેતુ (SMSBY Objective)
ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાનો હેતુ રાજ્યની ગર્ભવતી મહિલાઓ તેમજ દૂધ પીવડાવતી માતાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. આ યોજના હેઠળ કુટુંબ દીઠ 1000 દિવસ સુધી દર મહિને 1 કિલો તુવેર દાળ, બે કીલો ચણા અને એક લીટર ખાદ્યતેલ વિના મૂલ્યે આપવા આવશે. આ યોજના અંતર્ગત આગામી પાંચ વર્ષ માટે ૮૧૧ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવેલી છે.
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાની પાત્રતા (SMSBY Eligibility)
આ યોજનામાં લાભ લેવા માટેની પાત્રતા નીચે મુજબ છે. જેની દરેક લાભાર્થીએ નોંધ લેવી.
- લાભાર્થી મહિલા ગુજરાત રાજ્યની હોવી જોઈએ.
- મહિલા ગર્ભવતી હોવી જોઈએ. અથવા
- મહિલા દૂધ પીવડાવતી હોવી જોઈએ.
સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનાની અરજી પ્રક્રિયા (SMSBY Online Apply)
જો તમે ગુજરાત રાજ્યની ગર્ભવતી મહિલા કે દૂધ પીવડાવતી માતા હોય તો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો. જેના માટેની અરજી પ્રક્રિયા હજુ સુધી ગુજરાત સરકારે જાહેર કરેલી નથી. પરંતુ એવી આશા છે કે ખૂબ જ જલ્દી ગુજરાત સરકાર તરફથી આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાના ચાલુ થશે. જ્યારે આ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ થશે ત્યારે વધુ માહિતી આ લેખમાં ઉમેરવામાં આવશે.
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
અરજી કરવાની વેબસાઈટ | જલ્દી બહાર પાડવામાં આવશે |
ટેલીગ્રામ ગ્રુપમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
આવી જ રીતે ગુજરાત સરકારની અન્ય યોજનાઓ વિશે જાણવા માટે અહિયાં ક્લિક કરો.
FAQs: Suposhit Mata Swasth Bal Yojana (SMSBY)
Q: સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના કયા વિભાગ દ્વારા ચાલુ કરવામાં આવી છે?
Ans: ગુજરાત રાજ્યના મહિલા તેમજ બાળ વિકાસ વિભાગ દ્વારા
Q: સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના હેઠળ કેટલા દિવસ સુધી લાભ મળશે?
Ans: 1000 દિવસ સુધી દર મહિને લાભ મળવા પાત્ર થશે.
Q: સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજનામાં કોણ લાભ લઇ શકે?
Ans: ગુજરાત રાજ્યની ગર્ભવતી અથવા દુધ પીવડાવતી મહિલા
Q: શું ગુજરાત રાજ્યની બધી મહિલાઓ “સુપોષિત માતા સ્વસ્થ બાળ યોજના” નો લાભ લઇ શકે છે?
Ans: ના, માત્ર જે મહિલા ગર્ભવતી હોય અથવા તો દૂધ પીવડાવતી માતા હોય તેને જ આ લાભ મળી શકશે.
અન્ય યોજનાઓ વિશે જાણો
Pingback: PM Kisan KYC status Check | PM Kisan KYC નું સ્ટેટસ ચેક કેવી રીતે કરવું - Kheti Ni Duniya