કિસાન પરિવહન યોજના 2023 | Gujarat Kisan Parivahan Yojana @https://iKhedut. Gujarat.Gov.in/

( Gujarat Kisan Parivahan Yojana Online Registration | કિસાન પરિવહન યોજના ગુજરાત | Mal Vahak Vahan Yojana Gujarat | iKhedut Kisan Yojana | Apply Online | માલ વાહક વાહન યોજના | Rs 75000 subsidy Kisan Parivahan Yojana )

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ યોજનાઓ બધા વર્ગને સહાય મળે તે રીતે શરૂ કરવામાં આવે છે. એવી જ રીતે ગુજરાત સરકારની કિસાનો માટેની સહાય યોજનાઓ આઇ ખેડૂત પોર્ટલ ઉપર અપડેટ કરવામાં આવે છે. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાલમાં જ એક નવી યોજના શરૂ કરવામાં આવી છે જેનું નામ કિસાન પરિવહન યોજના છે. Gujarat Kisan Parivahan Yojana અંતર્ગત ખેડૂતોને માલવાહક વાહન ની ખરીદી કરવા ઉપર રાજ્ય સરકાર દ્વારા 75 હજાર રૂપિયા સુધીની સબસીડી મળવા પાત્ર થશે.

Gujarat Kisan Parivahan Yojana અરજી ફોર્મ

તો તમે પણ ગુજરાત રાજ્યના કિસાન છો અને Kisan Parivahan Yojana અંતર્ગત online registration કરવા માંગો છો તો KhetiNiDuniya ના આ લેખ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. જેથી કરીને આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ખાસ નોંધ: જો તમે આવી જ રીતે કોઈ પણ સરકારી યોજના ની જાણકારી સૌથી પહેલા અને દરરોજ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો. (KhetiNiDuniya01)

Table of Contents

Gujarat Kisan Parivahan Yojana | કિસાન પરિવહન યોજના 2023

આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીએ સંકલ્પ કરેલો છે કે ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે આ સંકલ્પ અનુસાર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કિસાનો માટે નવી નવી યોજનાઓ શરૂ કરતી હોય છે. એવી જ રીતે કિસાન પરિવહન યોજના પણ ખેડૂતોના હિત માટે શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત કિસાનોને પોતાના ખેતરમાં ઉત્પાદન થયેલ અનાજ નજીકના માર્કેટયાર્ડમાં વેચવા માટે જરૂર પડતા માલવાહક વાહનની ખરીદી પર 50,000 રૂપિયાથી લઈને 75 હજાર રૂપિયા સુધીની સબસીડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે.

Kisan Parivahan Yojana Gujarat અંતર્ગત જે પણ ખેડૂત ભાઈ આ યોજનાનો લાભ લેવા માગતા હોય તેમને iKhedut Portal પર ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે. જેની સંપૂર્ણ વિગત આ લેખમાં તમને આગળ આપવામાં આવશે.

Kisan Parivahan Yojana નો ઉદેશ્ય (Objective)

કિસાન પરિવહન યોજના શરૂ કરવા પાછળ ગુજરાત રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કિસાનોને પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ માલના વેચાણ માટે નજીકના માર્કેટ યાર્ડમાં સહેલાઈથી માલવાહક વાહન દ્વારા પહોંચાડી શકે તે માટે Mal Vahak Vahan ની ખરીદી પર સબસીડી આપવાનો છે. Kisan Parivahan Yojana Gujarat 2022 અંતર્ગત દરેક ખેડૂત મિત્ર પોતાના મોબાઈલ દ્વારા જ ઓનલાઇન આવેદન કરી શકશે.

Highlights of Kisan Parivahan Yojana 2023

🟠 યોજનાનું નામ🟢 કિસાન પરિવહન યોજના
🟠 શરૂ કરવામાં આવી🟢 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા
🟠 વિભાગ🟢 કૃષિ વિભાગ ગુજરાત
🟠 શરૂ થયાની તારીખ🟢 21/09/2022
🟠 અરજી કરવાની અંત્તિમ તારીખ🟢 20/10/2022
🟠 ઉદ્દેશ્ય🟢 ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી પર સબસીડી પ્રદાન કરવી
🟠 લાભાર્થી🟢 રાજ્યના ખેડૂતો
🟠 સબસીડી સહાય🟢 રૂપિયા 50,000 થી લઈને 75 હજાર રૂપિયા
🟠 ઓફિસિયલ વેબસાઈટ🟢 https://ikhedut.gujarat.gov.in/
🟠 ટેલીગ્રામ ચેનલ🟢 અહીંયા ક્લિક કરો

Eligibility for Kisan Parivahan Yojana | કિસાન પરિવહન યોજના માટેની પાત્રતા

 • કિસાન પરિવહન યોજના હેઠળ અરજી કરનાર અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
 • અરજદાર પાસે ખેતી કરવા લાયક યોગ્ય જમીન હોવી જોઈએ.
 • Kisan Parivahan Yojana હેઠળ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા કિસાન તેમજ સામાન્ય જાતિના કિસાન આ યોજના હેઠળ પાત્ર થશે.
 • આ યોજનાનો લાભ મેળવવા માટે કિસાન દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ગુજરાત કિસાન પરિવહન યોજના માટેની શરતો

 • Kisan Parivahan Yojana અંતર્ગત જો કિસાન વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હશે તો પણ તે આ યોજના હેઠળ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
 • ખેડૂત પાસે પાકું લાયસન્સ હોવું જરૂરી છે.
 • આ યોજના હેઠળ ખેડૂત દર પાંચ વર્ષે માત્ર એક વાર જ આ યોજના હેઠળ માલ વાહક વાહન ની ખરીદી પર સબસીડી મેળવી શકશે.
 • આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા માન્ય ઉત્પાદક વેપારી પાસેથી જ ખેડૂત માલવાહક વાહનની ખરીદી કરી શકશે.

ખાસ નોંધ: રાજ્ય સરકાર દ્વારા માન્ય ઉત્પાદક કંપની તેમજ તેનું મોડલ જોવા માટેની લીંક આ લેખમાં આગળ આપવામાં આવેલી છે.

Kisan Parivahan Yojana Subsidy Rate | કિસાન પરિવહન યોજના હેઠળ મળવાપાત્ર સબસીડી

ખેડૂતનો પ્રકારસબસીડી સહાય
નાના, સીમાંત, મહિલા ખેડૂત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોનેપરિવહન યોજના હેઠળ ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી ઉપર 35% અથવા 75 હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મુજબ સબસીડી મળશે.
સામાન્ય અને અન્ય જાતિના કિસાનKisan Parivahan Yojana હેઠળ માલવાહક વાહનની ખરીદી ઉપર 25% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મુજબ સબસીડી મળશે.

કિસાન પરિવહન યોજના હેઠળ ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ ની યાદી

 • આધાર કાર્ડ ની નકલ
 • રાશન કાર્ડ ની નકલ
 • જો 7-12 અને 8-અ દસ્તાવેજમાં જો સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખેડૂતના સંમતિ પત્રક
 • જો ખેડૂત દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
 • જો ખેડૂત SC/ST જાતિના હોય તો જાતિ પ્રમાણ પત્ર
 • ડ્રાઇવિંગ લાઇસન્સ
 • મોબાઈલ નંબર
 • બેંક એકાઉન્ટ ની જાણકારી
 • દૂધ ઉત્પાદક મંડળી અથવા સહકારી મંડળીના સભ્યનું પ્રમાણપત્ર (જો હોય તો જ)

ઓનલાઇન અરજી કરવા માટેની પ્રક્રીયા | How to apply online for Kisan Parivahan Yojana

સ્ટેપ 1: સૌપ્રથમ તમારે google પર જઈને iKhedut Portal સર્ચ કરવાનું રહેશે.

સ્ટેપ 2: ત્યારબાદ તમને ઓફિસિયલ વેબસાઈટ ની લીંક દેખાશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. (Https://iKhedut.gujarat.gov.in/)

સ્ટેપ 3: હવે તમારી સ્ક્રીન ઉપર હોમપેજ ખુલશે જેમાં તમારે “યોજનાઓ” ઉપર ક્લિક કરવાનું રહેશે.

Gujarat Kisan Parivahan Yojana ikhedut portal

સ્ટેપ 4: ત્યારબાદ નવું પેજ ખુલશે જેમાં તમારે ખેતીવાડી ની યોજનાઓ સેક્શનમાં “વિગતો માટે અહીંયા ક્લિક કરો” ઉપર ક્લિક કરવાનું રહેશે.

Gujarat Kisan Parivahan Yojana

સ્ટેપ 5: હવે એ જ પેજ ઉપર સ્ક્રોલ ડાઉન કરશો એટલે ખેતીવાડી ને લગતી બધી યોજનાઓ ખુલી જશે જેમાં તમારે ચાર નંબર પર આવેલી માલ વાહક વાહન યોજના માં “અરજી કરો” ઉપર ક્લિક કરવાનું રહેશે.

માલવાહક વાહન યોજના ગુજરાત

સ્ટેપ 6: હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જો તમે રજીસ્ટ્રેશન કરેલું હોય તો “હા” અને ન કરેલું હોય તો “ના” સિલેક્ટ કરીને “આગળ વધવા ક્લિક કરો” બટન પર ક્લિક કરવાનું રહેશે.

ગુજરાત કિસાન પરિવહન યોજના અરજી પ્રક્રિયા
 • તો રજીસ્ટ્રેશન તમે કરેલું હોય તો આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ નાખીને લોગીન કરીને અરજી કરવાની રહેશે.

સ્ટેપ 7: ત્યારબાદ “નવી અરજી કરવા ક્લિક કરો” બટન પર ક્લિક કરવાથી તમારી સામે અરજી નું ફોર્મ ખૂલી જશે.

સ્ટેપ 8: આ અરજી ફોર્મ માં માંગેલી બધી વિગતો તમારે ધ્યાનપૂર્વક ભરીને “અરજી સેવ કરો” બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. (જેમ કે બેંક ખાતાની માહિતી, તમારું નામ, એડ્રેસ, રાશન કાર્ડ નંબર, જાતિ, ખેડૂતનો પ્રકાર વગેરે)

kisan parivahan yojana gujarat online apply

સ્ટેપ 9: ત્યારબાદ લાભાર્થી ખેડૂતે પોતે ભરેલી જાણકારી ચકાસીને ફરીથી અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 10: ત્યારબાદ તમારી અરજીની પ્રિન્ટ કરવાની રહેશે.

આ રીતે તમે કિસાન પરિવહન યોજનામાં આઇ ખેડૂત પોર્ટલ ઉપરથી ઓનલાઈન અરજી કરી શકશો.

તો ખેડૂત મિત્રો KhetiNiDuniya.in દ્વારા તમને કિસાન પરિવહન યોજના ની સંપૂર્ણ વિગત આ લેખમાં આપવામાં આવેલી છે. જો આવી જ રીતે તમે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી અન્ય યોજનાઓ વિશેની માહિતી મેળવવા માગતા હોય તો તમે આ વેબસાઈટ ઉપરથી મેળવી શકો છો.

હોમ પેજ પર જવા માટેઅહિયાં ક્લિક કરો
ઉત્પાદક કંપની તેમજ તેનું મોડલ જોવા માટેઅહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ચેનલ માં જોડાવા માટેઅહિયાં ક્લિક કરો
અરજીનું સ્ટેટસ જોવા માટેઅહિયાં ક્લિક કરો
ગુજરાત ની અન્ય યોજનાઓઅહિયાં ક્લિક કરો

આ પણ વાંચો:

કિસાન પરિવહન યોજના ગુજરાત અંતર્ગત વારંવાર પૂછાતા પ્રશ્નો

પ્રશ્ન: Kisan Parivahan Yojana માં અરજી કરવા માટેની છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: 20 ઓક્ટોબર 2022

પ્રશ્ન: કિસાન પરિવહન યોજનામાં અરજી કરવા માટેની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: Https://iKhedut.Gujarat.gov.in

પ્રશ્ન: માલવાહક વાહન યોજના અંતર્ગત ખેડૂતોને કેટલો લાભ મળશે?

જવાબ: ગુજરાતમાં રહેતા નાના સીમંત મહિલા ખેડૂત અનુસૂચિત જાતિના ખેડૂતો અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને માલવાહક વાહન ખરીદવા માટે 35% અથવા 75,000 રૂપિયા બે માંથી જે ઓછું હશે તે મળશે. જ્યારે સામાન્ય તેમજ અન્ય જાતિના ખેડૂતોને માલવાહક વાહનની ખરીદી પર 25% અથવા 50,000 રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મુજબ મળવા પાત્ર થશે.

પ્રશ્ન: કિસાન પરિવહન યોજના ગુજરાત રાજ્યના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

જવાબ: આ યોજના ગુજરાત રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now