મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2023 | Gujarat Mukhyamantri Gaumata Poshan Yojana

( મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના 2023 | Gujarat Mukhyamantri Gaumata Poshan Yojana details | લાભ અને વિશેષતાઓ | eligibility criteria | Registration | Gujarat CM Gaumata Poshan Yojana pdf | helpline number | official website | required documents )

હાલમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માં અંબાના દર્શને ગયા હતા જ્યાંથી તેમણે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની શરૂઆત કરી છે. Gujarat Mukhyamantri Gaumata Poshan Yojana ની અંદર રાજ્યની તમામ ગૌશાળા અને પાંજરાપોળ માં રહેલી ગાયોના સરક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવશે. તેની સાથે સાથે રાજ્યના રસ્તાઓ પર રખડતી ગાયોના સંરક્ષણ માટે પણ આ યોજના મદદરૂપ થશે.

Gujarat Mukhyamantri Gaumata Poshan Yojana

શું તમે આ યોજના વિશે સંપૂર્ણ પ્રકારની માહિતી મેળવવા માંગો છો તો તમે બિલકુલ સાચો આર્ટીકલ વાંચી રહ્યા છો. KhetiNiDuniya ના આ આર્ટીકલ ના માધ્યમથી તમને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળશે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ધ્યાન આપો: શું તમે ભવિષ્યમાં કોઈ પણ સરકારી યોજના ની એ ટુ ઝેડ જાણકારી સૌથી પહેલા અને રેગ્યુલર મેળવવા માંગો છો તો અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો. (KhetiNiDuniya01)

Table of Contents

Mukhyamantri Gaumata Poshan Yojana 2023 in Gujarati

પ્રિય વાચક મિત્રો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની ઘોષણા વર્ષ 2022-23 ના બજેટમાં કરવામાં આવેલી હતી. જેની વિધિવત રૂપે શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 30 સપ્ટેમ્બર 2022 ના રોજ અંબાજી મંદિરેથી કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત રાજ્યમાં રહેલી તમામ ગૌશાળા અને પાંજરાપોળમાં રહેલી ગાયોના સંરક્ષણ માટે પ્રતિદિન ₹30 એક ગાય માતાના નિભાવ ખર્ચ માટે રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરેલું છે.

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે Gujarat Mukhyamantri Gaumata Poshan Yojana થકી રાજ્યમાં રહેલી 4 લાખ 42 હજારથી પણ વધુ ગાય માતાને લાભ મળશે. સાથે સાથે જે પણ પશુપાલકોએ ગાય માતાને છોડી દીધેલી છે અને રસ્તા પર રખડે છે તેવી ગાયોના સરક્ષણ માટે પણ આ યોજના કામ કરશે.

Mukhyamantri Gaumata Poshan Yojana Latest Update

આ સેક્શન થી આ યોજના ને લગતી તમામ અપડેટ આપવામાં આવશે.

એક જ રજિસ્ટ્રેશન હેઠળ એક કરતાં વધુ સ્થળે રહેલી ગૌશાળા ને પણ મળશે લાભ

22 ઓગષ્ટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે એક જ રજિસ્ટ્રેશન હેઠળ કોઈ પણ ગૌશાળા કે પાંજરાપોળ ની એક કરતાં વધુ શાખાઓ (Shelter Home) ને પણ આ યોજનાનો લાભ મળશે. એક શાખા દીઠ 3000 ગાયોના નિભાવ માટે પ્રતિ દિન પ્રતિ ગાય 30 રૂપિયા આપવામાં આવશે. આ જાહેરાત ની સાથે સાથે તેમણે ઘણી બધી ગૌશાળા માટે 2 કરોડ 51 લાખ રૂપિયા પણ વિતરીત કર્યા.

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો શુભારંભ

મિત્રો 30 સપ્ટેમ્બર 2022 ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અંબાજી ખાતે આ યોજના નો શુભારંભ કરવામાં આવેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગાયને આપણે માત્ર પશુ ન ગણતા આપણે માતાનો દરજ્જો આપેલો છે. જેના સરક્ષણ અને સુવિધા માટે Mukhyamantri Gaumata Poshan Yojana શરૂ કરવામાં આવી રહી છે. આ યોજનાના શુભારંભ વખતે વડાપ્રધાન દ્વારા રાજ્યની પાંચ ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સહાય પણ કરવામાં આવેલી છે.

બનાસકાંઠા જિલ્લામાં 2.78 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા

મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 29 ઓક્ટોબર 2022 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં આવેલી ગૌશાળા તથા પાંજરાપોળ ને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 30,995 ગાયો માટે 2 કરોડ 78 લાખ રૂપિયા આપવામાં આવ્યા. બનાસકાંઠા માં આવેલી 165 ગૌશાળા તથા પાંજરાપોળ ને 29 ઓકટોબર ની સાંજે રૂપિયાનું ટ્રાન્જેક્શન કરવામાં આવેલું છે. સરકારી સૂત્રો ના જણાવ્યા પ્રમાણે ગુજરાત રાજ્યમાં ટોટલ 1750 ગૌશાળા તથા પાંજરાપોળ આવેલા છે. જેમાં 4.5 લાખ ગાયોના નિભાવ ખર્ચ રૂપે 30 રૂપિયા પ્રતિ દિવસ ના હિસાબે આગામી સમયમાં રૂપિયા આપવામાં આવશે. જો કે Mukhyamantri Gau Mata Poshan Yojana Gujarat અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આપવામાં આવેલી સહાય માત્ર 1 મહિના માટેની જ છે.

રાજકોટ જિલ્લામાં Gaumata Poshan Yojana (GPY) શરૂ કરવામાં આવી

મિત્રો, તારીખ 29 ડીસેમ્બર 2022 ના રોજ રાજકોટ ના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના નેતૃત્વમાં જિલ્લા અને તાલુકા કક્ષાની કમિટી બનાવી ગૌમાતા પોષણ યોજના નો આરંભ કરી દેવામાં આવ્યો છે. યોજના ના અમલ માટે જિલ્લા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે કલેકટર, સભ્ય તરીકે ડીડીઓ અને સભ્ય સચિવ તરીકે નાયબ પશુપાલન અધિકારી નો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે તાલુકા કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે જે તે તાલુકા ના મામલતદાર, સભ્ય ના પદ પર તાલુકા વિકાસ અધિકારી અને સભ્ય સચિવ તરીકે પશુચિકિત્સક અધિકારી નો સમાવેશ કરવામાં આવ્યો છે.

Gaumata Poshan Yojana Gujarat 2023 અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળાઓ અને પાંજરાપોળ ખાતે રાખવામાં આવેલી ગાયોના નિભાવ ખર્ચ માટે પ્રતિદિન 30 રૂપિયા સંચાલકને આપવામાં આવશે. તેમજ મહત્તમ 3000 રૂપિયા પ્રતિ ગાય/ભેંસ માટે વર્ષ દીઠ આપવામાં આવશે.

Objective of Mukhyamantri Gaumata Poshan Yojana (ઉદેશ્ય)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે Mukhyamantri Gaumata Poshan Yojana શરૂ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં રહેલી ગૌશાળા અને પાંજરાપોળ ને આર્થિક મદદ કરવાનો છે. જેથી કરીને રાજ્યમાં રહેલી ગાયોને સુરક્ષિત રાખી શકાય. આ યોજના થકી રાજ્ય સરકાર પશુપાલકો દ્વારા ડેરી ઉદ્યોગ સ્થાપના કરવા માટે પણ સહાય આપશે. જે પણ ગાય રસ્તા ઉપર રખડે છે તેમને પણ ઉચિત ગૌશાળા અથવા પાંજરાપોળમાં પહોંચાડીને પૂરતું સંરક્ષણ આપવામાં આવશે.

Highlights of Mukhyamantri Gaumata Poshan Yojana

🟠 યોજનાનું નામ🟢 Mukhyamantri Gaumata Poshan Yojana
🟠 શરૂ કરવામાં આવી🟢 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા
🟠 યોજના શરૂ થયાનું વર્ષ🟢 2022
🟠 યોજનાનુ બજેટ🟢 500 કરોડ રૂપિયા
🟠 ઉદેશ્ય🟢 રાજ્યમાં રહેલી ગૌશાળા અને પાંજરાપોળ ને આર્થિક સહાય પૂરી પાડવી
🟠 લાભાર્થી🟢 ગૌશાળા પાંજરાપોળ અને રાજ્યના પશુપાલકો
🟠 ઓફિસિયલ વેબસાઇટ🟢 હજી શરૂ કરવામાં નથી આવી
🟠 ટેલીગ્રામ ચેનલ🟢 અહીંયા ક્લિક કરો

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ના લાભ

  • મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30 સપ્ટેમ્બર 2022 ના રોજ કરવામાં આવેલી છે.
  • આ યોજના અંતર્ગત રાજ્યમાં રહેલી ગૌશાળા અને પાંજરાપોળોને આર્થિક મદદ કરવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત રાજ્ય સરકારે 500 કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરેલું છે.
  • Mukhyamantri Gaumata Poshan Yojana અંતર્ગત 30 રૂપિયા પ્રતિ ગાય પ્રતિ દિવસ ગાયોના સરક્ષણ માટે ફાળવવામાં આવશે.
  • ગુજરાત રાજ્યના રસ્તા ઉપર રખડતી ગાયોને ગૌશાળા અથવા પાંજરાપોળમાં મૂકીને તેમને પણ પૂરતું સંરક્ષણ આપવામાં આવશે.
  • ગુજરાતમાં ગાયોને લીધે થતા રોડ એકસીડન્ટ પણ ગૌમાતા પોષણ યોજના થી ઘટવા લાગશે.
  • ગૌશાળા અને પાંજરાપોળમાં રસ્તા પર રખડતા ઢોરને રાખવાથી વધારે માણસોની જરૂરિયાત પડશે જેથી રાજ્યમાં રોજગાર ના અવસર પણ ઉત્પન્ન થશે.
  • CM Gaumata Poshan Yojana થકી રાજ્યમાં બેરોજગારી ના દર માં નોંધપાત્ર ઘટાડો થઈ શકશે.
PM Kisan Yojana 12 installment of 4000?PM PRANAM Yojana Patrakar Pension Yojana

Features of Gau Mata Poshan Yojana Gujarat (વિશેષતાઓ)

  • રાજ્યમાં રહેલી પાંજરાપોળ અને ગૌશાળાઓને આર્થિક મદદ કરવી.
  • રાજ્યમાં રહેલી ગાયોને સંરક્ષણ પૂરું પાડવું.
  • ગાયો માટે પાંજરાપોળ અને ગૌશાળાઓમાં ચારા ની ઉચિત વ્યવસ્થા કરવી.

eligibility criteria for Mukhyamantri Gaumata Poshan Yojana (પાત્રતા)

  • આ યોજના નો લાભ મેળવવા માટે લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જરૂરી છે.
  • આ યોજના અંતર્ગત માત્ર ગૌશાળા અને પાંજરાપોળને આર્થિક સહાયતા આપવામાં આવશે.
  • Mukhyamantri Gaumata Poshan Yojana અંતર્ગત રાજ્યના પશુપાલકો પણ આ યોજના માટે પાત્ર ગણાશે.

How to Register in Mukhyamantri Gaumata Poshan Yojana? (આવેદન પ્રક્રીયા)

મિત્રો રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની ઘોષણા હાલ માત્ર કરવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત પાંજરાપોળ અને ગૌશાળા કઈ રીતે આવેદન કરશે તેની પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નથી. જ્યારે પણ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત આવેદન પ્રક્રિયા શરૂ કરવામાં આવશે ત્યારે આ લેખને તમારા માટે અપડેટ કરવામાં આવશે. એટલે સૌથી પહેલા અપડેટ મેળવવા માટે આ લેખને બુક માર્ક કરી દો અથવા અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જરૂરથી જોડાઈ જજો.

ટેલીગ્રામ ચેનલઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો આ લેખ ને બીજા સુધી whatsapp માં શેર કરીને જરૂરથી પહોંચાડજો. જેથી કરીને બીજા મિત્રોને પણ આ યોજના ની પૂરતી માહિતી મળી શકે.

આ પણ વાંચો:

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પૂછવામાં આવતા પ્રશ્નો

પ્રશ્ન: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના કયા રાજ્ય સાથે જોડાયેલી છે?

જવાબ: ગુજરાત

પ્રશ્ન: Mukhyamantri Gaumata Poshan Yojana કોને કોને આર્થિક સહાય આપવામાં આવશે?

જવાબ: રાજ્યમાં રહેલી ગૌશાળા, પાંજરાપોળ અને પશુપાલકોને આર્થિક સહાય આપવામાં આવશે.

પ્રશ્ન: ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્ય સરકારે કેટલું બજેટ જાહેર કરેલું છે?

જવાબ: 500 કરોડ રૂપિયા

પ્રશ્ન: ગુજરાત ગૌમાતા પોષણ યોજના અંતર્ગત કેટલી ગાયો ને લાભ મળશે?

જવાબ: રાજ્યમાં રહેલી લગભગ ચાર લાખ 4,42,000 ગાયોને આ યોજના થી લાભ મળશે.

પ્રશ્ન: મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

જવાબ: રાજ્ય સરકાર દ્વારા હજુ ઓફિસિયલ વેબસાઈટ શરૂ કરવામાં નથી આવી. જેવી ઓફિસિયલ વેબસાઈટ શરૂ કરવામાં આવશે એ જ સમયે આ લેખને અપડેટ કરવામાં આવશે.

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now