શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાત | Gujarat Shravan Tirth Darshan Yojana Online Apply 2023

( Shravan Tirth Darshan Yojana Online Apply 2023 શ્રવણ તીર્થ દર્શન યોજના ગુજરાત ( પાત્રતા, રજીસ્ટ્રેશન, લાભ, અરજી ફોર્મ, લાભાર્થી, વિશેષતા, જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કરવાની પ્રક્રિયા, હેલ્પલાઇન નંબર, ઓફિસિયલ વેબસાઈટ, ઉદ્દેશ્ય, અરજી કરવાની છેલ્લી તારીખ, online form, registration, offline apply, eligibility criteria, Last date to apply, Benefits, application form, how to apply online, required documents etc )

કેન્દ્ર સરકાર દેશમાં રહેતા સિનિયર સિટીઝન (વરીષ્ઠ નાગરીક) માટે સમયાંતરે અલગ અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે સિનિયર સિટીઝન્સ માટે સેવિંગ સ્કીમ (saving scheme) તેમજ અલગ અલગ પ્રકારના ફાયદા મળે એ હેતુસર યોજનાઓ સતત બહાર પડતી રહેતી હોય છે. પરંતુ વરિષ્ઠ નાગરિક પાસે જાણકારી ના અભાવના કારણે તે તેનો ફાયદો લઈ શકતા નથી. ત્યારે આપણી જવાબદારી બને છે કે આપણે તેને નવી નવી યોજનાઓ વિશે જાણકારી આપીએ.

ગુજરાત સરકાર દ્વારા સિનિયર સિટીઝન માટે આવી જ એક યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ શ્રવણ તીર્થદર્શન યોજના છે. ગુજરાત સરકારનું માનવું છે કે જેમ શ્રવણે તેના માતા પિતાને કાવડમાં બેસાડીને ચાર ધામની યાત્રા કરાવી હતી તે પ્રમાણે સિનિયર સિટીઝન માટે આ યોજના બહાર પાડવા નું લક્ષ્ય સિનિયર સિટીઝનની મદદ કરી તેમણે તીર્થ દર્શન કારવવાનું છે.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now
Shravan Tirth Darshan Yojana Online Apply

આ લેખ Shravan Tirth Darshan Yojana Online Apply 2023 માં આપણે ઓનલાઇન અરજી કેમ કરવી? કોણ કોણ આ યોજનાનો લાભ લઇ શકે છે, લાભાર્થીની પાત્રતા કેવી હોવી જોઈએ, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે, સરકાર દ્વારા કેટલી સહાય આપવામાં આવશે જેવી બધી બાબતો આ લેખમાં બતાવવામાં આવેલી છે.

ખાસ નોંધ: સરકારી યોજનાઓ વિશે સંપૂર્ણ પ્રકારની માહિતી સૌપ્રથમ મેળવવા માગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ જરૂરથી જોઇન કરજો.

Table of Contents

શ્રવણ તીર્થદર્શન યોજના ગુજરાત 2023 | Shravan Tirth Darshan Yojana in Gujarati

આ યોજનાનો સંપૂર્ણ પ્રકારે લાભ મેળવવા માટે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો.

Important Points of Shravan Tirth Darshan Yojana

યોજનાનું નામશ્રવણ તીર્થ દર્શન યોજના
યોજના ચાલુ થયાનું વર્ષ2017
યોજના કોના દ્વારા ચાલુ કરવામાં આવીગુજરાત સરકાર
વિભાગપવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ
યોજનાનો લાભયાત્રા માટે આર્થિક સહાય
લાભાર્થીસિનિયર સિટીઝન (વરિષ્ઠ નાગરિક)
ઓફિસિયલ વેબસાઈટhttps://yatradham.gujarat.gov.in/
અરજી કરવાનું માધ્યમઓનલાઇન અથવા ઓફલાઈન
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

શ્રવણ તીર્થ દર્શન યોજના નો ઉદ્દેશ્ય

Shravan Tirth Darshan Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં વસવાટ કરતા વરિષ્ઠ નાગરિકોને રાજ્યમાં આવેલ તીર્થ સ્થાનોની યાત્રા માટે સરકારી સહાય પૂરી પાડવાનો છે. ગુજરાત સરકારનું એવું માનવું છે કે આ યોજના થકી રાજ્યના સિનિયર સિટીઝનને તીર્થસ્થાનોની યાત્રા માટે આર્થિક મુશ્કેલી નો સામનો નહીં કરવો પડે. ઘણા વરિષ્ઠ નાગરિકોની ઈચ્છા પણ હોય છે કે તેઓ તીર્થ સ્થાનોની યાત્રા કરે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેઓની આ ઈચ્છા પૂરી થતી નથી. એવા સમયમાં રાજ્ય સરકારે આ યોજના બહાર પાડીને ખરેખર વરિષ્ઠ નાગરિકોની મદદ કરવાનો નિર્ણય કરેલો છે.

શ્રવણ તીર્થ દર્શન યોજનાના લાભ તથા વિશેષતાઓ

  • આ યોજના થકી ગુજરાતના વરિષ્ઠ નાગરિકો ઓછા ખર્ચે તીર્થયાત્રાનો લાભ માણી શકશે.
  • આ યોજના અંતર્ગત કોઈપણ પ્રકારનો જાતિ ભેદભાવ રાખવામાં આવેલો નથી.
  • એટલે કે વરિષ્ઠ નાગરિક સામાન્ય જાતિના હોય કે અનુસૂચિત જાતિના હોય બધા પ્રકારની જાતિના સિનિયર સિટીઝનને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • એસટી નિગમના તમામ ડેપો ઉપર આ યોજનાના ફોર્મ મળશે.
  • 70 થી વધુ ઉંમરની વ્યક્તિ જો પ્રવાસ કરતી હોય તો તેમની સાથે એક એડલ્ટને (18 વર્ષ કે તેથી વધુ) રાખવામાં આવશે.
  • યાત્રાની તારીખ જે નક્કી થયેલી હોય તેના એક અઠવાડિયા અગાઉ પણ અરજી કરી શકાશે.
  • યાત્રા મંજૂર થયા બાદ બે મહિના સુધીમાં ગમે ત્યારે તીર્થ દર્શન યાત્રા કરી શકાશે.
  • એસટી સુપર બસ નોન એસી, એસટી મીની બસ નોન એસી અથવા ખાનગી બસ આ ત્રણમાંથી જેનું ભાડું ઓછું હશે તેના 75% સુધી સહાય આપવામાં આવશે.
  • આ યાત્રા 27 લોકોના ગ્રુપમાં કરી શકાશે.
  • શ્રવણ તીર્થદર્શન યાત્રાનો સમય 3 દિવસ અને 3 રાત્રી એટલે કે 72 કલાકનો રહેશે.

Shravan Tirth Darshan Yojana Update

આ યોજના અંતર્ગત અત્યાર સુધી એસટી સુપર બસ નોન એસી, એસટી મીની બસ નોન એસી અથવા ખાનગી બસ આ ત્રણમાંથી જેનું ભાડું ઓછું હશે તેના 50% સુધી સહાય આપવામાં આવતી હતી જે હવે વધારીને 75% સુધી કરવામાં આવેલી છે. એ સિવાય અત્યાર સુધી 3 દિવસ અને 2 રાત્રિની યાત્રા નો સમાવેશ થતો હતો જે વધારીને 3 દિવસ અને 3 રાત્રી કરવામાં આવેલી છે. આગળ જોવા જઈએ તો પહેલા 30 લોકોના ગ્રુપમાં જ આ યાત્રા કરી શકાતી હતી જે હવે ઘટાડીને 27 લોકોનું ગ્રુપ કરવામાં આવેલું છે.

શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ સુરતથી 4000 યાત્રાળુઓ સોમનાથનો કરશે પ્રવાસ

જી હા, મિત્રો ગુજરાત સરકારની શ્રવણ તીર્થદર્શન યોજના હેઠળ 14 ઓગસ્ટ 2022 ના રોજ સુરતથી 75 બસમાં 4000 સિનિયર સીટીજન ની યાત્રા શરૂ થશે. જે રવિવાર ના રોજ સાંજે સોમનાથ પહોંચશે. ત્યારબાદ તે રાત્રિ ત્યાંજ રોકાશ. અને બીજા દિવસે એટલે કે 15 ઓગસ્ટ 2022 ના દિવસે 75 સ્વાતંત્ર્ય દિવસ સોમનાથ મંદિરમાં જ ઉજવશે. ત્યારબાદ બીજા દિવસે બધા લોકો આ યોજના હેઠળ ખોદલધમ મંદિર ના દર્શન કરશે. પછી તેઓ ચોટીલા દર્શને જશે.

List of Yatradhams under Shravan Tirth Darshan Yojana

શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ યાત્રા કરવા માટેના મહત્વના યાત્રાધામની યાદી નીચે મુજબ છે.

  • સોમનાથ
  • અંબાજી
  • દ્વારકા
  • પાલીતાણા
  • ગીરનાર
  • ડાકોર
  • શામળાજી
  • પાવાગઢ
  • બહુચરાજી
  • રામ પગદંડી

આ સિવાય બીજા 300 જેટલા મંદિરો નું લિસ્ટ જોવા માટે તમે ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લઈ શકો છો, અથવા આ લેખના અંતે તેની લીંક આપવામાં આવશે ક્યાંથી તમે આખું લિસ્ટ જોઈ શકો છો.

શ્રવણ તીર્થદર્શન યોજનાના જરૂરી મુદ્દા

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા અને કયા કયા જરૂરી ડોક્યુમેન્ટ્સની જરૂર પડે તેની વિગત નીચે દર્શાવવામાં આવેલી છે.

શ્રવણ તીર્થદર્શન યોજના માટે લાભાર્થીની પાત્રતા (eligibility criteria)

  • લાભાર્થી મૂળ ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ.
  • લાભાર્થી સિનિયર સિટીઝન (60 વર્ષ કે તેથી વધુ ઉંમર) હોવા જોઈએ.
  • એનો મતલબ એ થયો કે લાભાર્થી અરજીની તારીખે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ.
  • લાભાર્થી ગુજરાત રાજ્યમાં જ આવેલા તીર્થ સ્થાનોની યાત્રાનો ઈચ્છુક હોવો જોઈએ.

શ્રવણ તીર્થદર્શન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ

  • આધારકાર્ડ અથવા ચૂંટણી કાર્ડ
  • રાશનકાર્ડ
  • પાસપોર્ટ સાઇઝના ફોટા
  • ઇ-મેલ આઇડી
  • મોબાઈલ નંબર

Conditions of Shravan Tirth Darshan Yojana Gujarat (શરતો)

  • જો પતિ પત્ની બંને એક સાથે યાત્રા કરવા માગતા હોય તો બંનેમાંથી કોઈ એકની ઉંમર અરજી કરતા સમયે 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ લેવા માટે કોઈ વ્યક્તિગત અરજી માન્ય ગણાશે નહીં. એટલે કે આ યોજના અંતર્ગત યાત્રાળુઓના સમૂહની અરજી માન્ય ગણવામાં આવશે.
  • એક વ્યક્તિને પ્રત્યેક નાણાકીય વર્ષમાં એક જ વાર લાભ મળવા પાત્ર રહેશે.
  • જો યાત્રા એસટી બસમાં કરી હશે તો પણ સુપર બસના ભાડાની 75% રકમ મળવા પાત્ર થશે.
  • જો ત્રણ રાત્રિ અને ત્રણ દિવસની (72 કલાક) મર્યાદા કરતા વધુ યાત્રા કરી હશે તો પણ 72 કલાકની મર્યાદામાં જ લાભ મળવા પાત્ર રહેશે.
  • જો તમે ઓફલાઈન અરજી કરવા માગતા હોય તો અરજી જે પરબીડિયામાં મોકલવામાં આવે તે પરબીડિયા ઉપર “શ્રવણ તીર્થ દર્શન યોજના વર્ષ 20___ માં યાત્રા માટે અરજી” એમ લખવાનું રહેશે.
  • વ્યક્તિઓનો સમૂહ અરજી કરે તેને એક અરજી ગણવામાં આવશે સમૂહનો એક અરજદાર અથવા માન્ય ટ્રાવેલ એજન્ટ મુખ્ય વ્યક્તિ ગણાશે.
  • બુક કરાવેલી એસટી બસ અથવા ખાનગી ટ્રાવેલ્સની બસમાં વૃદ્ધાશ્રમના કાર્યકરો, રજીસ્ટર ડોક્ટર અથવા કમ્પાઉન્ડર કે રસોઈયા જેઓની ઉંમર 60 વર્ષથી ઓછી હોય તેવા મહત્તમ પાંચ વ્યક્તિઓ પ્રવાસ કરી શકશે.
  • 75 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જો એકલા પ્રવાસ કરતી હોય તો તેની સાથે એક એટેન્ડન્ટને તે 18 વર્ષથી ઉપરની ઉંમરના હોય તેને પણ લઈ જઈ શકશે.
  • જો કોઈ સેવાભાવી સંસ્થા વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝનો ને યાત્રાએ લઈ જવા માગતા હોય તો તે સંસ્થા પોતાની બસમાં આવો પ્રવાસ કરી શકશે. વૃદ્ધાશ્રમના સિનિયર સિટીઝનો ની દેખરેખ માટે સંસ્થાના વધુમાં વધુ બે પ્રતિનિધિને લઈ જઈ શકાશે. જેમના માટે ઉંમરનો કોઈ લિમિટ રહેશે નહીં.
  • જો ખાનગી બસ મારફતે પ્રવાસ કરવામાં આવ્યો હશે તો, પુરાવા રૂપે બસના યાત્રીઓ સાથેનો એક ફોટોગ્રાફ જે તે બસ નો નંબર સ્પષ્ટ દેખાય તે રીતે અચૂક રજૂ કરવાનો રહેશે. તથા જે યાત્રાધામમાં પ્રવાસે ગયા હોય તે યાત્રાધામમાંથી આ પ્રવાસ અંગેનું સહી સિક્કા સાથેનું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. આવા કિસ્સામાં 75% સહાયની રકમ માન્ય એજન્ટ અથવા ગ્રુપના વડાના બેન્ક એકાઉન્ટમાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સીધી જ જમા કરાવવામાં આવશે.
  • જો ખાનગી બસ જીપીએસ(GPS) સિસ્ટમ સાથેની હોય, તો તેઓએ ઉપર યુક્ત ક્રમમાં દર્શાવેલ પુરાવાઓને બદલે માત્ર જીપીએસ ડેટા લોગ ની કોપી જોડવાની રહેશે.
  • પ્રવાસ માટેની બસની આગળ અને પાછળની બાજુએ “ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકારના સહયોગથી” એ પ્રમાણે 100 મીટર દૂરથી વંચાય એવા મોટા અક્ષરોમાં બેનર લગાવવાનું રહેશે.
  • જો અરજી સંપૂર્ણ વિગતો સાથેની નહીં હોય તો તે નામંજૂર કરવામાં આવશે. આ કિસ્સામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનો નિર્ણય આખરી ગણવામાં આવશે.
  • અરજીમાં યાત્રા ક્યારે કરવા માંગો છો તે સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.
  • અથવા મંજૂરી મળ્યા બાદ બે માસમાં યાત્રા કરવાની રહેશે અન્યથા મંજૂરી આપોઆપ રદ થયેલી ગણાશે.
  • યાત્રાળુ દહનશીલ પદાર્થ કે કેફી પદાર્થ કે કોઈ પ્રતિબંધિત ગેરકાયદેસર પદાર્થ સાથે લઈ જઈ શકશે નહીં.
  • યાત્રા દરમિયાન થનાર આકસ્મિક દુર્ઘટના માટે રાજ્ય સરકાર કે તેના કોઈ વરિષ્ઠ અધિકારી કે કર્મચારી જવાબદાર રહેશે નહીં.
Shrvan TirthDarshan Yojana Online Apply

ગુજરાત શ્રવણ તીર્થ દર્શન યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા

ઉપર જણાવ્યા અનુસાર, શ્રદ્ધાળુ બે પ્રકારે અરજી કરી શકે છે. અરજી કરવા માટે સૌપ્રથમ તેને રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે. જેની સંપૂર્ણ વિગતો નીચે આપેલી છે.

Shravan Tirth Darshan Yojana Registration

  • આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ (https://yatradham.gujarat.gov.in/) પર જવું પડશે.
  • ત્યાર પછી તમારે Booking for Shravan Tirth નામના મેનુમાં રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખૂલી જશે. એમાં તમારે તમારી સામાન્ય વિગત ભરવાની રહેશે. (નામ મોબાઈલ નંબર ઇમેલ આઇડી અને પાસવર્ડ બનાવવાનો રહેશે)
  • ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

આ પદ્ધતિ પ્રમાણે Shrvan TirthDarshan Yojana માટે Registration કરાવી શકો છો.

Shravan Tirth Darshan Yojana Online Apply

સ્ટેપ 1: આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

સ્ટેપ 2: જેમાં તમારે Booking for Shravan Tirth નામના મેનુમાં Online Application ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 3: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે તમારો આઈડી અને પાસવર્ડ કે જે રજીસ્ટ્રેશન કરતી વખતે બનાવેલ હોય તે નાખીને લોગીન કરવાનું રહેશે. (ઉપર જણાવ્યા પ્રમાણે રજિસ્ટ્રેશન કરાવવું)

સ્ટેપ 4: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે New Application ઉપર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 5: હવે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે તમારી સચોટ વિગત ચકાસણી પૂર્વ દાખલ કરવાની રહેશે.

સ્ટેપ 6: ત્યારબાદ તમારે Add Pilgrims ઉપર ક્લિક કરીને તમારા ગ્રુપના લાભાર્થી (યાત્રાળુ) ની વિગત ભરવાની રહેશે.

સ્ટેપ 7: ત્યારબાદ બધા યાત્રાળુઓનું લિસ્ટ ફરીથી ચકાસી સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

આ રીતે તમે Shravan Tirth Darshan Yojana માટે Online Apply કરી શકો છો.

Shravan Tirth Darshan Yojana Offline Apply

સ્ટેપ 1: આ યોજના અંતર્ગત ઓફલાઈન અરજી માટેના ફોર્મ બે રીતે મેળવી શકાશે. (૧) ઓફિસિયલ વેબસાઈટ ઉપરથી કરી શકાશે. (૨) ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની ડેપો મેનેજરશ્રી ની કચેરીએ સંપર્ક કરવાનો રહેશે.

સ્ટેપ 2: ફોર્મ મેળવ્યા બાદ તેને સંપૂર્ણપણે સચોટ રીતે ભરવાનું રહેશે.

સ્ટેપ 3: ત્યારબાદ આ ફોર્મને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ઓફિસમાં સબમીટ કરવાનું રહેશે.

આ રીતે તમે Shravan Tirth Darshan Yojana માટે Offline Apply કરી શકો છો.

શ્રવણ તીર્થ દર્શન યોજનામાં ઓફલાઈન ફોર્મ જમા કરાવવા માટેનું એડ્રેસ

Address : ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બ્લોક 2 અને 3, પહેલો માળ, ડોક્ટર જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર – 382016.

Shravan Tirth Darshan Yojana Helpline Number

તમારી જાણકારી માટે બતાવી દઈએ કે હજી સુધી આ યોજનાને અંતર્ગત કોઈપણ પ્રકારના હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવેલા નથી. જેવા હેલ્પલાઇન નંબર સરકાર તરફથી બહાર પાડવામાં આવશે કે તરત જ આ લેખને અપડેટ કરવામાં આવશે.

પરંતુ જો તમને આ યોજનાને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો અમને આ લેખની નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો.

ટેલીગ્રામ ચેનલઅહીંયા ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીંયા ક્લિક કરો
તીર્થ સ્થાનોનું લિસ્ટ જોવા માટેઅહીંયા ક્લિક કરો
online applyઅહીંયા ક્લિક કરો
હોમ પેજઅહીંયા ક્લિક કરો
Official Email[email protected]

આ પણ વાંચો:

FAQs: Shravan Tirth Darshan Yojana

Que: શ્રવણ તીર્થદર્શન યોજના કયા રાજ્ય દ્વારા ચાલુ કરવામાં આવી છે.

Ans: ગુજરાત

Que: આ યોજના અંતર્ગત કેટલો લાભ મળવાપાત્ર રહેશે?

Ans: એસ ટી સુપર બસ નોન એસી અથવા ખાનગી બસ બે માંથી જે ઓછું હોય તેના 75% સહાય મળવા પત્ર છે.

Que: શું ગુજરાતના બધા વ્યક્તિ આ યોજનાનો લાભ મેળવી શકે છે?

Ans: ના, માત્ર વરિષ્ઠ નાગરિક જ કે જેની ઉમર 60 વર્ષ કે તેથી વધુ હોય

Que: આ યોજના અંતર્ગત કેટલા દિવસની યાત્રા કરી શકાશે?

Ans: 3 દિવસ અને 3 રાત્રિ એટલે કે 72 કલાક

Que: Shravan Tirth Darshan Yojana Official Website?

Ans: https://yatradham.gujarat.gov.in/

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now