(ફ્રી રાશન) Mukhyamantri Matrushakti Yojana in Gujarati (MMY) | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના

( મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, Mukhyamantri Matrushakti Yojana in gujarati, MMY Gujarat, Poshan Sudha Yojana in gujarati, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત, mukhyamantri Shakti Yojana, MMY online apply, MMY અરજી, mukhyamantri matrushakti yojana mobile application )

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત ને બે મહત્વની યોજનાઓ ની ભેટ આપી છે. વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેણે ગુજરાતની ગર્ભવતી મહિલાઓ અને દૂધ પીવડાવતી માતાઓ માટે નવી યોજના બહાર પાડવાનો નિર્ણય કરેલો છે. આ લેખ Mukhyamantri Matrushakti Yojana માં આપણે જોશું કે આ યોજનામાં આવેદન કેવી રીતે કરી શકીએ?, આ યોજનાના લાભાર્થી કોણ કોણ છે?, આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? જેવી બધી માહિતીઓ આપણે આ લેખમાં દર્શાવવામાં આવેલી છે. તો મારી તમને બધાને વિનંતી છે કે આ લેખને છેલ્લે સુધી વાંચજો.

Mukhyamantri Matrushakti Yojana

Table of Contents

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

Mukhyamantri Matrushakti Yojana (MMY 2023)

આ યોજનાની સંપૂર્ણ વિગત આ લેખમાં આપવામાં આવેલી છે.

Important Points of Mukhyamantri Matrushakti Yojana

યોજનાનું નામમુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
જાહેરાત તારીખ14 જૂન, 2022
સંભવિત લોન્ચ તારીખ18 જૂન, 2022
કોણે જાહેરાત કરીનરેન્દ્ર મોદી
લોન્ચ કોણે કરીભૂપેન્દ્ર પટેલ (મુખ્યમંત્રી ગુજરાત)
લાભાર્થીગર્ભવતી મહિલાઓ અને દુધ પીવડાવતી માતા
કયા વિભાગ દ્રારા લોન્ચ કરવામાં આવીમહિલા અને બાળ કલ્યાણ ખાતા
વર્ષ 2022-23 નું બજેટ800 કરોડ
Official websitehttps://1000d.gujarat.gov.in/
લેટેસ્ટ યોજના માટેનું ટેલીગ્રામ ગ્રુપClick Here
ટોલ ફ્રી નંબર155209
important Points of MMY

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે શું (MMY gujarat)

આ યોજનાની જાહેરાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 14 જૂન 2022 ને રોજ કરવામાં આવી હતી. જેની સંભવીત લોન્ચ તારીખ 18 જૂન 2022 છે. ગુજરાત સરકારનું માનવું છે કે સ્ત્રી જ્યારે ગર્ભવતી બને અથવા તો જ્યારે બાળકને જન્મ આપે એ સમયે જ સ્ત્રીને સારા પોષણની આવશ્યકતા રહે છે. આવા સમયે મહિલાઓને સારો Nutrition વાળો ખોરાક મળે એ માટે યોજના બહાર પાડવામાં આવી છે. જેનું નામ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના એટલે કે MMY છે. ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. પરંતુ 70 ટકા ઉપર લોકોને ખબર ન હોવાને કારણે યોજનાનો લાભ લઈ શકતા નથી. જો તમારે કોઈ પણ નવી આવતી યોજના ની માહિતી ઝડપથી મેળવવી હોય તો અહીંયા કલીક કરી અમારા ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાઈ શકો છો.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલા અને તેમના બાળકનો સર્વાંગી વિકાસ થાય એ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે. કેમ કે મહિલાના સગર્ભાવસ્થા દરમિયાન જો તે કુપોષણ અને એનિમિયા જેવા રોગથી પીડાય તો બાળકનો વિકાસ રૂંધાઈ જવાની શક્યતાઓ વધી જાય છે. તેમજ બાળકનું સ્વાસ્થ્ય દિવસે ને દિવસે બગડવાની સંભાવનાઓ છે. ગુજરાત સરકારની આ યોજનાથી બાળકોમાં કુપોષણની બીમારી આગામી વર્ષોમાં ઘટે તેવી ધારણા છે. આ યોજના ખરેખર ગુજરાતમાં કુપોષણ બાળકોની સંખ્યા ઘટાડી શકે છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના લાભાર્થીની પાત્રતા તેમજ ફાયદા

  • લાભાર્થી ગુજરાત રાજ્યની મહિલા હોવી જોઈએ.
  • મહિલા ગર્ભવતી હોવી જોઈએ અથવા
  • મહિલા દૂધ પીવડાવતી માતા હોવી જોઈએ.
  • લાભાર્થી ગુજરાત રાજ્યની સ્થાનિય નિવાસી હોવી જોઈએ.

MMY જરૂરી ડોક્યુમેન્ટ | required documents

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીએ કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવા જરૂરી છે. જેની યાદી નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • રેશનકાર્ડ
  • દૂધ પીવડાવતી માતા હોય તો બાળકનો જન્મ તારીખનો દાખલો
  • ગર્ભવતી મહિલાનો રિપોર્ટ
  • પાસપોર્ટ ફોટો
  • મોબાઇલ નંબર વગેરે…

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના ફાયદા | Benefits

આ યોજનાથી કેવા કેવા લાભ થશે તેની વિગત નીચે મુજબ છે.

આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી Nutrition થી ભરપુર ખોરાક આપવામાં આવશે. જેની અંદર કઠોળ, ખાદ્યતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે. આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે.

દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ સેવાઓની સાથે સાથે રાશનમાં 2 કિલો ચણા, 1 કીલો તુવેર દાળ, 1 લીટર સીંગતેલ આપવામાં આવશે.

Budget of Mukhyamantri Matrushakti Yojana 2023

ગુજરાત સરકાર દ્વારા આ યોજના ઉપર ખૂબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ યોજના 18 જૂન 2022 ના રોજ બહાર પાડવામાં આવેલી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહ્યા પ્રમાણે આ યોજના ઝડપથી અમલમાં મૂકવામાં આવેલી છે. જેનું બજેટ નીચે પ્રમાણે છે.

Noવર્ષબજેટ
012022-23811 કરોડ
02આગામી 5 વર્ષનું બજેટ4000 કરોડથી વધુ

Mukhyamantri Matrushakti Yojana Statics

Noઘટકસંખ્યા
01જિલ્લા/મહાનગરપાલિકાની સંખ્યા40
02ઘટકની સંખ્યા427
03આંગણવાડી સંખ્યા53057
04મંજૂર કરેલ અરજી3,17,245
05કુલ અરજી3,46,149

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું અરજી ફોર્મ | Online Application Form

આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કરવા માટેનું ફોર્મ ભરવા માટે નીચેના પગલાં અનુસરો.

step 1: આ યોજનાનું ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

step 2: ઓફિસિયલ વેબસાઈટ પર ગયા બાદ મેન મેન્યુમાં સર્વિસ નામનું મેનુ દેખાશે. જેના પર ક્લિક કરવાથી નીચે પાંચ પ્રકારની સર્વિસ ખુલી જશે.

step 3: જેમાંથી તમારે સ્વયં નોંધણી (Self Registration) ઉપર ક્લિક કરવાનું રહેશે.

step 4: સ્વયં નોંધણી પર ક્લિક કર્યા બાદ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટેનું અરજી ફોર્મ તમારી સામે ખુલી જશે. જેમાં સૌપ્રથમ તમારે લાભાર્થીની પ્રાથમિક માહિતી ભરવાની રહેશે.

step 5: પ્રાથમિક માહિતી ભર્યા બાદ નેક્સ્ટ(Next) નું બટન દબાવી લાભાર્થીની ગર્ભાવસ્થા સંબંધી માહિતી ભરવાની રહેશે.

આ પ્રોસેસ કરીને તમે આ યોજના અંદર ઓનલાઇન અરજી નું ફોર્મ ભરી શકો છો.

અરજી ફોર્મ અપડેટ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે આ યોજના માટે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • ઓફિસિયલ વેબસાઈટ ના હોમપેજ ઉપર સર્વિસ નામનું મેનુ દેખાશે. જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • જેની અંદર નોંધણીમાં સુધારો (registration update) ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર મોબાઈલ નંબર અને જન્મ તારીખ ભરવાની રહેશે.
  • આ બધી વિગત ભર્યા બાદ તમારે એડિટ(Edit) બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે કરેલા અરજી ફોર્મ માં સુધારો કરી શકો છો.

અરજી ફોર્મ માં મોબાઈલ નંબર અપડેટ કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર જવાથી હોમપેજ ખુલી જશે.
  • હોમ પેજ ઉપર સર્વિસ નામના મેનુમાં ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ મોબાઈલ નંબર સુધારો બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે જેમાં લાભાર્થીનો આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર અને જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • આ બધી વિગત ભરાઈ ગયા બાદ સેન્ડ ઓટીપી (Send OTP) નામના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આ રીતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનામાં તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી શકો છો.

અરજી નોંધણીની રસીદ ચકાસવા માટેની પ્રક્રિયા

  • સૌપ્રથમ તમારે Mukhyamantri Matrushakti Yojana ની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
  • જેના હોમ પેજ ઉપર સર્વિસ નામના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ નોંધણીની રસીદ (receipt of registration) પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે. જેમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર અથવા નોંધણી નંબર બેમાંથી જે હોય તે, મોબાઈલ નંબર અને જન્મ તારીખ નાખીને વેરીફાઈ (Verify) બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • આ પ્રોસેસ કરીને તમે તમારી નોંધણીની રસીદ ચકાસી શકો છો.
અધિકૃત વેબસાઈટClick Here
સરકારી યોજનાને લગતુ ટેલિગ્રામ ગ્રુપClick Here
હોમ પેજClick Here

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના મોબાઇલ એપ્લિકેશન | Mobile Application

આ યોજનાને લગતી મોબાઈલ એપ્લિકેશન કરવા માટે તમે નીચેના સ્ટેપ અનુસરી શકો છો.

step 1: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ની એપ્લિકેશન કરવા માટે સૌપ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

step 2: ઓફિસિયલ વેબસાઈટ પર ગયા બાદ મેન મેન્યુ ઉપર નામનું મેન્યુ દેખાશે. તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

step 3: ક્લિક કર્યા બાદ એક નવું પેજ ખુલી જશે જેમાં ત્રણ ઓપ્શન આપવામાં આવેલા હશે.

Step 4: જેમાંથી પહેલો ઓપ્શન મોબાઇલ એપ્લિકેશન નો હશે. તેની બાજુમાં નામનું બટન દેખાશે. તેના ઉપર ક્લિક કરવાથી તમે આ યોજનાને લગતી એપ્લિકેશન કરી શકશો.

ખાસ નોંધ: MMY એપ્લિકેશન હજુ સુધી google play store પર મૂકવામાં આવેલી નથી.

જો તમે આવી જ રીતે ગુજરાત સરકારની બધી જ યોજનાઓ વિશે જાણવા માંગતા હોવ તો અહિયાં ક્લિક કરો.

આ પણ વાંચો:

FAQs

Que: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કોણે ચાલુ કરી?

Ans: ગુજરાત સરકાર

Que: આ યોજના હેઠળ કોણ લાભ લઇ શકે છે?

Ans: ગુજરાતની ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓ

Que: ગુજરાત રાજ્યના કયા વિભાગ દ્વારા આ યોજના લોન્ચ કરવામાં આવી?

Ans: મહિલા અને બાળ વિકાસ કલ્યાણ ખાતુ

Que: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનું બજેટ?

Ans: 4000 કરોડથી વધુ

Que: આ યોજના હેઠળ કેટલા દિવસ સુધી લાભ મળશે?

Ans: 1000 દિવસ સુધી

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now