[Rs. 4.5લાખ] ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના | Gujarat Dragon Fruit Sahay Yojana 2023

Gujarat Dragon Fruit Sahay Yojana 2023 ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના ( અરજી કરવાની અંત્તિમ તારીખ, મળવાપાત્ર લાભ, લાભાર્થી, જરુરી ડોક્યુમેન્ટ્સ, લાભાર્થીની પાત્રતા, ઉદ્દેશ્ય, online form, registration, Apply, official website, application, eligibility criteria, Last date to apply, how to apply online )

રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોને સહાય મળી રહે તે હેતુસર સમયાંતરે અલગ અલગ યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. એવી જ એક યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે Dragon Fruit Sahay Yojana 2023 આ યોજના આઇ ખેડૂત પોર્ટલ (iKhedut Portal) ઉપર મૂકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત ડ્રેગન ફ્રુટ એટલે કે કમલમ ફળ વાવતા દરેક ખેડૂતોને સહાય મળવાપત્ર રહેશે.

ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના
dragon fruit sahay yojana

આજના આ લેખ Dragon Fruit Sahay Yojana 2023 માં આપણે મહત્વના મુદ્દા ઉપર વાત કરીશું. જેમકે આ યોજનામાં શું શું લાભ મળશે, લાભ મેળવતા લાભાર્થીની પાત્રતા કેવી હોવી જોઈએ, કયા કયા જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે, આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તેમજ આ યોજનાની અરજી મોબાઈલ માંથી કેવી રીતે કરી શકાશે તેની સંપૂર્ણ વિગત આ લેખ દ્વારા આપવામાં આવશે. તો તમને નમ્ર વિનંતી છે કે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now

ખાસ સુચના: જો તમે સરકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ મેળવવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો.

Table of Contents

Gujarat Dragon Fruit Sahay Yojana 2023 | ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના

આ યોજના ( kamalam fruit sahay yojana ) વિશેના મહત્વના મુદ્દા નીચે દર્શાવેલા છે.

Important Points of Dragon Fruit Sahay Yojana 2023

યોજના નું નામડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના
કયા રાજ્ય સાથે જોડાયેલી છેગુજરાત રાજ્ય
કયા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છેબાગાયતી વિભાગ
પોર્ટલiKhedut
યોજના ચાલુ થયાની તારીખ09/07/2022
યોજનાનો લાભ3 લાખથી 4.5 લાખ સુધીની સહાય
લાભાર્થીડ્રેગનફ્રુટ (કમલમ ફળ) નું વાવેતર કરતા ખેડુતો
ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/
ટેલીગ્રામ ચેનલ મા જોડાવા માટેઅહીંયા ક્લિક કરો

ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના એટલે શું

આઇ ખેડૂત પોર્ટલ ઉપર બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સમયાંતરે નવી નવી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. એવી જ રીતે ગુજરાતમાં ડ્રેગનફ્રુટ ની ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવેલી છે જેનું નામ છે ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય યોજના. ગુજરાત સરકારનું એવું માનવું છે કે આ યોજના થકી ડ્રેગન ફ્રુટનું વાવેતર કરતા ખેડૂતોનો ઉત્સાહ વધશે અને સાથે સાથે તેનો વાવેતર ખર્ચ પણ ઘટશે.

ડ્રેગનફ્રુટ વાવેતર સહાય યોજનાનો ઉદ્દેશ્ય

આ યોજના ચાલુ કરવા પાછળ રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય બાગાયતી ખેતી કરતા ખેડૂતોની આવક બમણી કરવાનો છે. કેમ કે રાજ્ય સરકારની આ સહાયથી ખેડૂતોને ડ્રેગન ફ્રુટ વાવેતરમાં થતો ખર્ચો ઘટી જશે. એટલે કે ઉત્પાદન ખર્ચ ઓછો થવાથી આવક ઓટોમેટીક વધી જશે.

ડ્રેગન ફ્રુટ વાવેતર સહાય યોજનાનો અન્ય હેતુ એ છે કે ગુજરાતના ખેડૂતો ડ્રેગન ફ્રુટની ખેતી વધુને વધુ કરે. રાજ્ય સરકારનું એવું માનવું છે કે ડ્રેગન ફ્રુટને એક્સપોર્ટ કરવાથી ખેડૂતોને બજાર કિંમત કરતા વધુ કિંમત મળશે.

ડ્રેગનફ્રુટ વાવેતર સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ મળવાપાત્ર લાભોની યાદી નીચે મુજબ છે.

  • દરેક જાતિના ખેડૂતો માટે લાભાર્થી દિઠ આજીવન ૦.૨૦ હેકટર થી મહતમ ૧ હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
  • સામાન્ય જાતિના ખેડૂતોને પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- મળવાપાત્ર રહેશે.
  • અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતોને પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ મહતમ ખર્ચ- રૂ. ૩,૩૩,૦૦૦/- ધ્યાને લેવાનો રહેશે. જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર ૪૪૪૪ નંગ રોપા મુજબ મહતમ ખર્ચ- રૂ. ૧,૫૫,૫૪૦/- મળવાપાત્ર રહેશે.
  • જ્યારે બીજા વર્ષે સામાન્ય જાતિના ખેડૂતોને એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- મળવાપાત્ર રહેશે.
  • જ્યારે બીજા વર્ષે અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિના ખેડૂતોને એક હેકટરના વિસ્તાર માટે કુલ ૧૧૧૧ નંગ હેડ રીંગ અથવા ૪૦૦ કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. ૧,૧૧,૧૬૦/- મળવાપાત્ર રહેશે.
No.જાતિમળવાપાત્ર સહાયપ્રથમ વર્ષની સહાયબીજા વર્ષની સહાય
01સામાન્ય જાતિસામાન્ય જાતિના ખેડૂતને 50% અથવા મહત્તમ રૂપિયા 3 લાખ બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50% અથવા મહત્તમ રૂપિયા 2,44,420 બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.બીજા વર્ષે એડરિંગ માં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50% અથવા મહત્તમ રૂપિયા 55,580 બે માંથી જે ઓછું હોય તે મળવા પાત્ર થશે.
02અનુસુચિત જનજાતિઅનુસૂચિત જનજાતિના ખેડૂતને 75% અથવા મહત્તમ રૂપિયા 4.5 લાખ બેમાંથી બે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા મહત્તમ રૂપિયા 3,66,630 બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.બીજા વર્ષે હેડિંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા મહત્તમ રૂપિયા 83,370 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.
03અનુસુચિત જાતિઅનુસૂચિત જનજાતિના ખેડૂતને 75% અથવા મહત્તમ રૂપિયા 4.5 લાખ બેમાંથી બે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા મહત્તમ રૂપિયા 3,66,630 બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે.બીજા વર્ષે હેડિંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 75% અથવા મહત્તમ રૂપિયા 83,370 બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે.

આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા

કમલમ ફળ વાવેતર સહાય યોજના 2022 માટે લાભાર્થીની પાત્રતા નીચે મુજબની હોવી જોઈએ.

  • ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરતા ખેડૂતો ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોવા જોઈએ.
  • ખેડૂતે બાગાયતી ખેતીમાં ડ્રેગનફ્રુટ નું વાવેતર કરેલું હોવું જોઈએ.
  • ખેડૂતો પાસે પીયત સગવડ ઉપલબ્ધ હોવી જોઈએ.
  • જો ખેડૂતોએ કલસ્ટરમાં વાવેતર કરેલ હશે તો તેમને આ યોજના હેઠળ અગ્રીમતા આપવામાં આવશે.
  • ખેડૂતોએ પોતાની પસંદગીના રોપા નર્સરીમાંથી મેળવેલા હોવા જોઈએ.

ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના માટેના જરુરી ડોક્યુમેન્ટ્સ

આ યોજના અંતર્ગત અરજી કરવા માટે જરૂર પડતા ડોક્યુમેન્ટસ ની યાદી નીચે મુજબ છે.

  • આધાર કાર્ડ
  • રાશનકાર્ડ
  • જાતી અંગેનું પ્રમાણપત્ર
  • ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરેલ ખાતરી અંગેનું પ્રમાણપત્ર
  • 7-12-8 અ
  • મોબાઈલ નંબર
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • બૅન્ક ખાતાની વિગત
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની વિગત
  • આત્માનું રજિસ્ટ્રેશન કારવેલું હોય તો તેની વિગત

Dragon Fruit Sahay Yojana Online Apply

ડ્રેગન ફ્રુટ સહાય યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવા માટેના સ્ટેપ નીચે આપેલા છે.

Step 1: આ યોજના હેઠળ અરજી કરવા માટે સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.

Step 2: ત્યારબાદ તેમાં યોજનાઓ ઉપર ક્લિક કરીને બાગાયતી યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.

Step 3: બાગાયતી યોજના ઉપર ક્લિક કર્યાની સાથે જ નીચે લીસ્ટ ખુલી જશે. જેમાં તમારે ડ્રેગનફ્રુટ ખેતી સહાયમાં અરજી કરો ઉપર ક્લિક કરવાનું રહેશે.

Step 4: ત્યારબાદ એક નવું પેજ ખુલી જશે. જેમાં જો તમે રજીસ્ટર ખેડૂત હોય તો હા અને જો રજીસ્ટર ખેડૂત ન હોય તો ના સિલેક્ટ કરી આગળ વધવા ઉપર ક્લિક કરો.

Step 5: હવે તમારી સામે ખુલેલા પેજમાં નવી અરજી કરવા ઉપર ક્લિક કરો. જેમાં તમે તમારી સામાન્ય વિગત ભર્યા બાદ અરજી અપડેટ કરવા ઉપર ક્લિક કરો.

Step 6: અરજી અપડેટ કર્યા બાદ અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો.

Step 7: અરજી કન્ફર્મ કર્યા બાદ અરજીની પ્રિન્ટ કરવા પર ક્લિક કરો.

Step 8: ત્યારબાદ પ્રિન્ટ કરેલ અરજી પર સહી કરી તેની કોપી કરવાની રહેશે. ત્યારબાદ આ કોપી (નકલ) ફરી પાછી અપલોડ કરવાની રહેશે. તેની સાથે સાથે ઉપર જણાવ્યા પ્રમાણેના ડોક્યુમેંટ્સ જોડીને અપલોડ કરવાના રહેશે.

આ રીતે તમે Gujarat Dragon Fruit Sahay Yojana 2022 હેઠળ ઓનલાઇન અરજી કરીને લાભ મેળવી શકશો.

ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના હેઠળ રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક

આ યોજના હેઠળ અલગ-અલગ જાતિ માટે સહાય કરવાનો લક્ષ્યાંક દરેક જિલ્લા પ્રમાણે અલગ-અલગ છે. જે નીચે દર્શાવેલ છે.

સામાન્ય જાતિ માટે ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના હેઠળ રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક

ક્રમ નંબરજિલ્લાનું નામલક્ષ્યાંક
01અમદાવાદ09
02અમરેલી26
03અરવલ્લી12
04આણંદ05
05કચ્છ60
06ખેડા06
07ગાંધીનગર08
08ગીર સોમનાથ08
09છોટા ઉદેપુર04
10જુનાગઢ07
11જામનગર07
12દાહોદ04
13નવસારી06
14પંચમહાલ05
15પાટણ06
16બનાસકાંઠા15
17બોટાદ03
18ભરૂચ11
19મહેસાણા15
20મહીસાગર05
21મોરબી07
22રાજકોટ09
23વડોદરા05
24વલસાડ05
25સુરેન્દ્રનગર09
26સાબરકાંઠા11
ટોટલ લક્ષ્યાંક 268

અનુસૂચિત જનજાતિ માટે ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના હેઠળ રાજ્યનો વર્ષ ૨૨-૨૩ નો સંભવિત લક્ષ્યાંક

ક્રમ નંબરજિલ્લાનું નામલક્ષ્યાંક
01અરવલ્લી03
02છોટા ઉદેપુર04
03દાહોદ04
04નવસારી05
05પંચમહાલ03
06બનાસકાંઠા03
07ભરૂચ05
08મહીસાગર03
09વડોદરા03
10વલસાડ04
11સાબરકાંઠા03
ટોટલ લક્ષ્યાંક 40

અનુસૂચિત જાતિ માટે ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજના હેઠળ રાજ્યનો સંભવિત લક્ષ્યાંક

ક્રમ નંબરજિલ્લાનું નામલક્ષ્યાંક
01અમદાવાદ01
02અરવલ્લી01
03આણંદ01
04ખેડા02
05ગાંધીનગર00
06ગીર સોમનાથ01
07છોટા ઉદેપુર01
08જુનાગઢ00
09જામનગર00
10દાહોદ00
11નવસારી01
12પંચમહાલ01
13પાટણ01
14બનાસકાંઠા01
15બોટાદ00
16ભરૂચ01
17મહેસાણા01
18મહીસાગર01
19મોરબી00
20રાજકોટ00
21વડોદરા01
22વલસાડ00
23સુરેન્દ્રનગર01
24સાબરકાંઠા01
ટોટલ લક્ષ્યાંક 17

આ યોજના હેઠળ અરજીનું સ્ટેટસ જાણવા માટેની રીત

આ યોજના હેઠળ જો તમે અરજી કરેલી હોય તો તમે તેનું સ્ટેટસ પણ ઓનલાઇન ચેક કરી શકો છો. સ્ટેટસ ચેક કરવા માટે નીચે આપેલ બટન પર ક્લિક કરો. ક્લિક કર્યાની સાથે જ તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમે કરેલી અરજીનો ક્રમાંક અને કેપચા કોડ નાખીને અરજીનું સ્ટેટસ જાણી શકો છો.

ડ્રેગનફ્રુટ (કમલમ ફળ) વાવેતર સહાય યોજનામાં અરજી કરવાની અંત્તિમ તારીખ | last date to apply

આ યોજના હેઠળ ડ્રેગન ફ્રુટ નું વાવેતર કરતા ખેડૂતો 08 ઓગસ્ટ 2022 સુધી અરજી કરી શકશે.

હોમ પેજઅહીંયા ક્લિક કરો
આધિકારિક વેબસાઈટઅહીંયા ક્લિક કરો
ટેલીગ્રામ ચેનલઅહીંયા ક્લિક કરો

આ પણ વાંચો:

FAQs

Que: ડ્રેગનફ્રુટ વાવેતર સહાય યોજના 2022 કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?

Ans: બાગાયતી વિભાગ ગુજરાત રાજ્ય

Que: આ યોજના હેઠળ અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans: 8 ઓગસ્ટ 2022

Que: શું આ યોજના હેઠળ ડ્રેગનફ્રુટ ની ખેતી કરતા દરેક જાતિના ખેડૂતોને લાભ મળવાપાત્ર રહેશે?

Ans: હા બિલકુલ, જેમાં સામાન્ય જાતિ, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિનો સમાવેશ થાય છે.

Que: ડ્રેગનફ્રુટ ની ખેતી કરતા ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર રહેશે?

Ans: 3 લાખથી લઈ 4.5 લાખ સુધીની સહાય મળવા પાત્ર રહેશે.

Que: આ યોજનામાં કઈ રીતે અરજી કરી શકાશે?

Ans: ઓનલાઈન માધ્યમ દ્રારા

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now