(મફત છત્રી યોજના 2023, ikhedutportal Yojana, Mafat Chhatri Yojana 2023, મફત છત્રી યોજના ગુજરાત, Mafat Chhatri Yojana in Gujarati, Mafat Chhatri Yojana online form, અરજી, છેલ્લી તારીખ, online apply, જરૂરી ડોક્યુમેન્ટ, step by step guide, free umbrella scheme gujarat)
ગુજરાત સરકાર દ્વારા મધ્યમ તેમજ બીપીએલ કાર્ડ ધરાવતા લોકો માટે અવાર નવાર નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જે ગુજરાત સરકારના અલગ-અલગ પોર્ટલ ઉપર મૂકવામાં આવેલી હોય છે. આજે આપણે ગુજરાત સરકારે જે Mafat Chhatri Yojana 2023 (મફત છત્રી યોજના) બહાર પાડેલી છે. તેના વિશે સંપૂર્ણ પ્રકારની માહિતી મેળવશુ. જેમ કે આ યોજના માટે નું ફોર્મ કેવી રીતે ભરવું?, કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે? તેમજ યોજના માટે લાભાર્થીની પાત્રતા કેવી હોવી જોઈએ? જેવી તમામ બાબતો આ લેખમાં જણાવવામાં આવેલી છે. જેથી હું તમને વિનંતી કરૂ છું કે આ લેખને છેલ્લે સુધી જરૂર વાંચજો.
મફત છત્રી યોજના 2023 | Mafat Chhatri Yojana
યોજનાનું નામ | મફત છત્રી યોજના |
કોના દ્વારા ચાલુ કરવામાં આવી | રાજ્ય સરકાર દ્વારા |
પોર્ટલ | iKhedut |
આધિકારિક વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
યોજના ચાલુ થયાની તારીખ | 17/06/2022 |
યોજનાનો લાભ | વિનામૂલ્યે છત્રી/શેડ કવર |
ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે | અહીંયા ક્લિક કરો |
ગુજરાત સરકાર દ્વારા મફત છત્રી યોજના તાજેતરમાં ચાલુ કરવામાં આવેલી છે. જેના અંતર્ગત લાભાર્થીઓને વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. તેમજ આ યોજના માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ સંપૂર્ણ વિગત આ લેખમાં આપવામાં આવેલી છે.
મફત છત્રી યોજનાનો હેતુ | Mafat Chhatri Yojana Purpose
આ યોજના અંતર્ગત ગુજરાત સરકારનો મુખ્ય હેતુ શાકભાજી તેમજ ફળ પાકોનો બગાડ અટકાવવાનો છે. એના માટે થઈને ચોમાસા દરમ્યાન નાના વેચાણકારોને વિનામૂલ્યે એટલે કે મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. ચોમાસાના વાતાવરણ દરમિયાન વરસાદના લીધે ફળ તેમજ શાકભાજી વેચતા લોકોને તેમના શાકભાજી ન બગડે તે માટે થઈને આ યોજના ચાલુ કરવામાં આવેલી છે.
Mafat Chhatri Yojana Benefits| આ યોજના હેઠળ મળવાપાત્ર લાભ
iKhedut પોર્ટલ પર મુકેલી આ યોજના અંતર્ગત રાજ્યના ફળ, શાકભાજી, ફુલ પાકો તથા કૃષિ પેદાશો નું રોડ સાઈડ પર વેચાણ કરતા અથવા તો હાટ બજારમાં વેચાણ કરતા કે પછી લારીવાળા ફેરિયાઓને મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. જેના થકી ગુજરાત સરકારનું માનવું છે કે લારીવાળા ફેરિયાઓને બગાડ થતો અટકશે અને તેની આજીવિકા ચાલતી રહેશે. આ યોજના હેઠળ લાભાર્થી દીઠ એટલે કે એક આધાર કાર્ડ દીઠ એક છત્રી અથવા શેડ કવર પુખ્ત વયની વ્યક્તિને મળવા પાત્ર રહેશે.
યોજના માટેના જરુરી ડોક્યુમેન્ટ્સ
છત્રી યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ નીચે પ્રમાણેના ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવાના રહેશે. જેની યાદી નીચે દર્શાવેલી છે.
- લાભાર્થી નું આધારકાર્ડ
- રેશનકાર્ડ
- દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો જ)
- ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો જ)
- જમીનનો ખાતાનંબર (જો હોય તો જ)
- જાતિ અંગેનું પ્રમાણપત્ર (જો હોય તો જ)
- મોબાઈલ નંબર
યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા
- લાભાર્થી ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- લાભાર્થી ફૂલ તેમજ કૃષિ પેદાશોનું રોડ સાઇડ ઉપર વેચાણ કરતો હોવો જોઈએ. અથવા
- લાભાર્થી હાટ બજારમાં વેચાણ કરતા હોવા જોઈએ. અથવા
- લાભાર્થી ફેરીયા કરતો હોવો જોઈએ.
- ફળ તેમજ શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓને Mafat Chhatri Yojana નો લાભ મળવા પાત્ર રહેશે.
મફત છત્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેની પ્રોસેસ | Online Apply
મફત છત્રી યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટેના સ્ટેપ્સ નીચે દર્શાવેલા છે.
- સૌપ્રથમ આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે ગૂગલ પર જઈને iKhedut Portal સર્ચ કરવાનું રહેશે.
- ત્યારબાદ નીચે આવેલા રિઝલ્ટમાં આ વેબસાઈટ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર ક્લિક કરો.
- આ વેબસાઈટ ઉપર નીચે દર્શાવ્યા પ્રમાણે ક્લિક કરો.
- યોજનાઓ >>> બાગાયતી યોજનાઓ >>> વિગતો માટે અહીં ક્લિક કરો >>> અરજી કરો
- ત્યારબાદ તમે વ્યક્તિગત લાભાર્થી કે સંસ્થાકિય લાભાર્થી છો? તે સિલેક્ટ કરીને આગળ વધવા ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ તમે રજિસ્ટર્ડ અરજદાર છો? તે સિલેક્ટ કરીને આગળ વધવા ઉપર ક્લિક કરો.
- ત્યારબાદ નવી અરજી ઉપર ક્લિક કરીને તમારી સંપૂર્ણ વિગત ભરો.
- ત્યારબાદ અરજી અપડેટ કરીને અરજી કન્ફર્મ કરવા ઉપર ક્લિક કરો.
- અરજી કન્ફર્મ થઇ ગયા બાદ તેની પ્રિન્ટ કરી તે પ્રિન્ટ માં સહી સિક્કા કરીને ત્યાર બાદ તેને ફરીથી અપલોડ કરો. સાથે સાથે જરૂરી ડોક્યુમેન્ટ પણ જોડાણ કરો. અથવા તો
- અરજી પ્રિન્ટ ની સહી કરેલ નકલ અંતિમ તારીખ પહેલા જિલ્લાના બાગાયતી વિભાગ માં જમા કરવાની રહેશે.
મફત છત્રી યોજના માટેની અંતિમ તારીખ
Mafat Chhatri Yojana માટેની અંતિમ તારીખ 16 જુલાઈ 2022 છે. આ તારીખ પહેલા તમારા બધા whatsapp ગ્રુપમાં આ લેખ જરૂર થી શેર કરજો. જેથી જરૂરિયાત મંદ આ યોજનાનો લાભ લઇ શકે.
ઓનલાઈન અરજી કર્યા બાદ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- લાભાર્થી તરફથી મળેલ અરજી તેમજ ડોક્યુમેન્ટ્સ ને ધ્યાને લઇ તેમની પાત્રતા ચકાસવામાં આવશે.
- ગુજરાત રાજ્યનો વર્ષ 2022-23 નો લક્ષ્યાંક લગભગ 7400 છત્રી અથવા સેડ કવર આપવાનો છે.
- ગુજરાત રાજ્યના દરેક જીલ્લા વાઇજ છત્રી વિતરણ કરવામાં આવશે.
- આ યોજનામાં પસંદ થયેલ લાભાર્થીને નિયત સમયમર્યાદામાં છત્રી મેળવવા માટે જે તે જિલ્લા કચેરીએથી જણાવવામાં આવશે.
important links of Mafat Chhatri Yojana 2023
દરરોજ અપડેટ મેળવવા માટે ટેલીગ્રામ ચેનલમાં જોડાવ | અહીંયા ક્લિક કરો |
WhatsApp Group Link | અહીંયા ક્લિક કરો |
Official Website | અહીંયા ક્લિક કરો |
હોમ પેજ | અહીંયા ક્લિક કરો |
આ પણ વાંચો:
- મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
- કોરાજન દવા કેવા રોગોમાં છાંટવી?
- PM કિસાન યોજનામાં કેવાયસી સ્ટેટસ ચેક કેવી રીતે કરવું?
FAQs
Que: મફત છત્રી યોજના કયા વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે?
Ans: કૃષિ અને સહકાર વિભાગ હેઠળ બાગાયતી વિભાગ દ્વારા
Que: મફત છત્રી યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
Ans: 16/07/2022
Que: આ યોજનાનો હેતુ શું છે?
Ans: ફળફૂલ, શાકભાજી તેમજ કૃષિ પેદાશો નું લારી દ્વારા તેમજ હાટ બજારમાં વેચાણ કરતા વ્યક્તિને વિનામૂલ્યે છત્રી તેમજ શેડ કવર થકી બગાડ થતો અટકાવવો એ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ છે.
Que: આ યોજના હેઠળ કયા લાભ મળવાપાત્ર થશે?
Ans: મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે.
Que: Free Umbrella Scheme હેઠળ કેટલી છત્રી ફાળવવામાં આવશે?
Ans: લગભગ 7400 છત્રી ગુજરાત રાજ્યમાં આપવામાં આવશે.