( Startup Gujarat Portal Online Registration 2023 | સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ | લાભ અને વિશેષતાઓ | ગુજરાત સ્ટાર્ટઅપ પોર્ટલ માં ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા | Startup Gujarat Portal Helpline Number | Official website | Startup Gujarat Portal Online Apply @ startup.gujarat.gov.in )
Gujarat Updated Startup Portal 2023: આપણે બધા જાણીએ છીએ કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવી વિચારધારા ધરાવે છે કે ભારતના યુવાઓ જેમ વધુને વધુ સ્ટાર્ટઅપ્સ શરૂ કરશે તેમ તેમ આપણા દેશની આર્થિક સ્થિતિ સુધરશે. આ દિશામાં ગુજરાત સરકારે એક નવું પગલું ભરીને હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ શરૂ કર્યું છે. Startup Gujarat Portal 2023 ની મદદથી ગુજરાતમાં ચાલી રહેલા સ્ટાર્ટઅપ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી આર્થિક સહાયતા પ્રાપ્ત કરી શકશે.
જો તમે પણ નવું સ્ટાર્ટ અપ ચાલુ કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારા માટે આ લેખ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. કેમ કે KhetiNiDuniya વેબસાઈટના આ લેખમાં અમે Startup Gujarat Portal Online Registration કેવી રીતે કરવું? તેની સાથે સાથે ગુજરાત સ્ટાર્ટઅપ પોર્ટલ વિશેની સંપૂર્ણ જાણકારી આપેલી છે. તો આમરી વિનંતી છે કે આ લેખ ને છેલ્લે સુધી જરૂર વાંચજો.
સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ શું છે? (Startup Gujarat Portal in Gujarati 2023)
દોસ્તો ગુજરાત સરકારે યુવા ઉદ્યોગ સાહસિકોને સ્ટાર્ટઅપ સપોર્ટ આપવા માટે 13 માર્ચ 2023 ના દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સ્ટાર્ટ અપ ગુજરાત પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. Startup Gujarat Portal પર Online Registration કરીને ગુજરાતના ઉદ્યોગ સાહસિકો તેમના પોતાના સ્ટાર્ટઅપ્સના નવીનતમ સંશોધનો ના બ્રોશર, તેનું સ્ટાર્ટ અપ્સ કઈ કઈ સેવાઓ આપે છે અને તેના ઉત્પાદનની વિગતો ગુજરાત સ્ટાર્ટર પોર્ટલ પર અપલોડ કરી શકશે. જેથી કરીને જે કોઈપણ રોકાણકારો તમારા સ્ટાર્ટઅપમાં રસ ધરાવે તે તમારી મદદ કરી શકે.
Gujarat Startup Portal 2023 ની ખાસ વિશેષતા એ છે કે આ પોર્ટલ પર તમે તમારી મનગમતી ભાષામાં જાણકારી મેળવી શકશો. આ ઉપરાંત ગુજરાત સ્ટાર્ટર પોર્ટલ ઉપર ગુજરાતના તમામ એટલે કે 33 જિલ્લામાં સ્થપાયેલા સૌથી વધુ પેટન્ટ કેન્દ્રોની યાદી પણ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે. જેના દ્વારા તમે સ્ટાર્ટઅપ્સ ને લગતી માહિતી મેળવી શકશો.
Quick Look – સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ 2023
પોર્ટલ નું નામ | Startup Gujarat Portal |
શરૂ કરવામાં આવ્યું | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા |
ક્યારે શરૂ થયું | 13 માર્ચ, 2023 ના દિવસે |
રાજ્ય | ગુજરાત |
ઉદ્દેશ્ય | યુવાઓ ને સ્ટાર્ટઅપ માટે રોકાણકારો તેમજ માર્ગદર્શન મળી શકે |
લાભાર્થી | ગુજરાત ના યુવા ઉદ્યોગ સાહસિકો |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઇન |
ઓફિસિયલ વેબસાઇટ | https://startup.gujarat.gov.in/ |
ટેલીગ્રામ ચેનલ | અહીંયા ક્લિક કરો |
⚠️ ધ્યાન આપો: જો તમે ભવિષ્યમાં સરકારી યોજના ને લાગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો. (KhetiNiDuniya01).
Antriksh Jigyasa Online Free Course
Updated Startup Gujarat Portal નો ઉદ્દેશ્ય (Objective)
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલુ સ્ટાર્ટર ગુજરાત પોર્ટલ નો એકમાત્ર ઉદ્દેશ્ય રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો ને પોતાના સ્ટાર્ટઅપ માટે સમયસર રોકાણ મળી શકે અને તેની સાથે સાથે પોતાના સ્ટાર્ટ અપના બ્રોસર તેમની સેવાઓ વગેરે વિગતો આ પોર્ટલ પર અપલોડ કરી શકે જેથી કરીને રોકાણ કરવા માટે ઈચ્છુક રોકાણકારોને તેમના સ્ટાર્ટઅપની સંપૂર્ણ માહિતી એક જ પોર્ટલ ઉપર મળી શકે. ગુજરાત સરકારે Startup Gujarat Portal શરૂ કરીને ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ માટે ગુજરાતની સિદ્ધ કરેલું છે.
Benefits of Gujarat Startup Portal (સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ ના લાભ)
- ગુજરાત સ્ટાર્ટઅપ પોર્ટલ ની શરૂઆત હાલમાં જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલી છે જેનાથી ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો તેમના પોતાના સ્ટાર્ટઅપ્સ ની નોંધણી કરાવી શકશે.
- Startup Gujarat Portal પર Online Registration કરવું ખૂબ જ સહેલું છે. જે તમને આ લેખમાં આગળ બતાવવામાં આવ્યું છે.
- સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ પર તમે તમારી મનપસંદ ભાષામાં જાણકારી મેળવી શકશો.
- જો તમે સ્ટાર્ટઅપ્સ ઇન્ડિયા પોર્ટલમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તમારે ગુજરાત સ્ટાર્ટ અપ પોર્ટલમાં અલગથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નહીં પડે.
- આ પોર્ટલ ઉપર સૌથી વધુ પેટન્ટ માહિતી કેન્દ્રો નું લિસ્ટ પણ મૂકવામાં આવેલું છે આ માહિતી કેન્દ્રો પર થી તમે સ્ટાર્ટ અપને લગતું માર્ગદર્શન મેળવી શકશો.
- આ પોર્ટલ પર તમે તમારા સ્ટાર્ટર્સને લગતી જાણકારી અને તમારા પ્રોડક્ટ ની જાણકારી ઉપલબ્ધ કરાવશો તો તમને સહેલાઈથી રોકાણકાર મળી જશે.
- Startup Gujarat Portal 2023 ની મદદથી ઇઝ ઓફ ડુઈંગ બીઝનેસ સરળ બનશે.
- Gujarat Start-up Portal લોન્ચ થવાના કારણે ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકો તેમના નવીનતમ સંશોધનોને એક જ પ્લેટફોર્મ પર લાવી શકશે.
સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ ની પાત્રતા (Eligibility Criteria)
- સ્ટાર્ટ અપ ગુજરાત પોર્ટલનો લાભ માત્ર ગુજરાતના લોકોને જ મળશે.
- આ પોર્ટલ પર જે લોકો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી રહ્યા છે અથવા પહેલેથી શરૂ કરેલું છે તે યુવા ઉદ્યોગ સાહસિકો જ રોકાણકારોને આકર્ષવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
Startup Gujarat Portal Online Registration (સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા)
જો તમે સ્ટાર્ટ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા ઈચ્છતા હોય અને રોકાણકારોને આકર્ષવા માગતા હોય તો તમે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરીને સહેલાઈથી ગુજરાત સ્ટાર્ટ અપ પોર્ટલ પર અરજી કરી શકશો.
સ્ટેપ 1: Gujarat Startup Portal Online Registration કરવા માટે સૌથી પહેલા તમારે ઓફિસિયલ વેબસાઈટ પર જવું પડશે.
સ્ટેપ 2: ઉપર આપેલી લીંક પર ક્લિક કરવાથી તમે ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ પર પહોંચી જશો.
સ્ટેપ 3: હવે હોમ પેજ પર તમારે જમણી બાજુ ઉપરની સાઈડ Register લખેલા બટન પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 4: હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમે તમારું email ID ભરીને Next પર ક્લિક કરી, તમારા ઇમેઇલ માં આવેલો OTP વેરીફાઈ કરવાનો રહેશે.
સ્ટેપ 5: ઓટીપી વેરીફાઈ કર્યા પછી તમારી સ્ક્રીન પર Common Application form દેખાશે. જેમાં પૂછેલી સંપૂર્ણ જાણકારી તમારે ભરવાની રહેશે. જેમ કે તમારા સ્ટાર્ટઅપ નું નામ, તમારું રાજ્ય, જિલ્લો, સીટી, પીનકોડ, એડ્રેસ, તાલુકો વગેરે. આ બધી જાણકારી ભર્યા પછી Next વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 6: હવે ફરી તમારી સ્ક્રીન પર નવું પેજ ખુલશે તેમાં પણ તમારે જરૂરી જાણકારી ભરવી પડશે જેમ કે User ID, Mobile Number, Password વગેરે.
સ્ટેપ 7: ત્યાર બાદ Sign up ના બટન પર ક્લિક કરીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશો.
મિત્રો ઉપર બતાવ્યા પ્રમાણે બધા સ્ટેપ્સને ફોલો કરીને તમે Start-up Gujarat Portal Registration કરી શકો છો.
Startup Gujarat Portal Login
- સૌથી પહેલા તમે સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલની અધિકારી વેબસાઈટ પર જાઓ.
- અધિકારીક વેબસાઈટના હોમ પેજ ઉપર જમણી બાજુ ઉપરની સાઈડ તમને Login વિકલ્પ દેખાશે જેના ઉપર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમે તમારું ઇમેલ આઇડી અને પાસવર્ડ કે જે રજીસ્ટ્રેશન કરતી વખતે તમે બનાવેલો છે તે ભરો.
- ત્યારબાદ Sign up ના વિકલ્પ પર ક્લિક કરીને તમે ગુજરાત સ્ટાર્ટઅપ પોર્ટલ પર લોગીન કરી શકશો.
Startup Gujarat Portal Online Apply 2023
સ્ટેપ 1: સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ. (https://startup.gujarat.gov.in/home)
સ્ટેપ 2: ઓફિસિયલ વેબસાઈટના હોમ પેજ ઉપર જમણી બાજુ ઉપરની સાઈડ Login ઉપર ક્લિક કરો.
સ્ટેપ 3: Gujarat Startup Portal પર login થશો એટલે Dashboard ખુલી જશે.
સ્ટેપ 4: ત્યાર પછી dashboard પર તમને Apply Now નો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
સ્ટેપ 5: હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જેમાં સ્ટાર્ટઅપ માં Apply કરવા માટેની ઘણી બધી યોજનાઓ દેખાશે. તમારાં સ્ટાર્ટઅપ અનુસાર કોઈ એક યોજના પર ક્લિક કરો.
સ્ટેપ 6: હવે ત્યાર પછી તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે જેમાં તમારે તામરી કંપની ની details ભરીને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે.
ઉપર બતાવ્યા પ્રમાણેના સ્ટેપ ને ફોલો કરીને તમે Start-up Gujarat Portal પર ઓનલાઇન અરજી કરી શકશો.
Incubators list જોવા માટેની પ્રક્રિયા
- સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ. (https://startup.gujarat.gov.in/home)
- ત્યારબાદ હોમ પેજ પર મુખ્ય મેનુ માં Ecosystem પર ક્લિક કરીને ડ્રોપ ડાઉન મેનુમાંથી Incubators વિકલ્પ પર ક્લિક કરો.
- ત્યારપછી તમને 4 ઓપ્શન જોવા મળશે જે નીચે પ્રમાણે હશે.
- Incubators under IC Scheme
- Incubators under SSIP
- Incubation Offerings
- Incubators under Urban Development Scheme
- આ 4 ઓપ્શન માંથી તમારે જરૂરી ઓપ્શન પર ક્લિક કરશો એટલે incubators નું લીસ્ટ જોવા મળશે.
Mentor List જોવા માટેની પ્રક્રિયા
- સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ. (https://startup.gujarat.gov.in/home)
- ત્યારબાદ હોમ પેજ પર મુખ્ય મેનુ માં Ecosystem પર ક્લિક કરીને ડ્રોપ ડાઉન મેનુમાંથી Mentors વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન ઉપર એક નવું પેજ ખુલશે જેમાં Mentors નું લીસ્ટ જોવા મળશે.
- જેમાં તમે Profile બટન પર ક્લિક કરીને કોઈ પણ Mentors ની પ્રોફાઈલ પણ જોઈ શકશો.
Suposhit Mata Swasth Bal Yojana
Investors List જોવા માટેની પ્રક્રિયા
- સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ ઉપર જાઓ. (https://startup.gujarat.gov.in/home)
- ત્યારબાદ હોમ પેજ પર મુખ્ય મેનુ માં Ecosystem પર ક્લિક કરીને ડ્રોપ ડાઉન મેનુમાંથી Investors વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન ઉપર એક નવું પેજ ખુલશે જેમાં Investors નું લીસ્ટ જોવા મળશે.
- જેમાં તમે Profile બટન પર ક્લિક કરીને કોઈ પણ Investors ની પ્રોફાઈલ પણ જોઈ શકશો.
મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના
How to Raise a Grievance on Startup Gujarat Portal?
- સૌથી પહેલાં Gujarat Startup Portal ની Official Website પર જાઓ.
- હોમ પેજ પર મુખ્ય મેનુ માં Grievance વિકલ્પ પર ક્લિક કરવાથી ડ્રોપ ડાઉન મેનૂમાં 3 વિકલ્પ દેખાશે. જે નીચે પ્રમાણેના હશે.
- Grievance Mechanism
- Raise a Grievance
- Track Your Grievance
- આ 3 ઓપ્શન માંથી બીજા વિકલ્પ Raise a Grievance પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જેમાં તમારે તમારું નામ, મોબાઈલ નંબર, ઇમેઇલ, રાજ્ય, સિટી, ગ્રીએવન્સ ટાઈપ વગેરે ભરવું પડશે.
- બધી જાણકારી ભરાઈ ગયા પછી Submit પર ક્લિક કરવાનું રહેશે.
જો તમે હજુ આ પોર્ટલ વિશે વધુ જાણકારી મેળવવા માંગતા હોવ તો નીચે આપેલો વિડિયો જોઈ શકો છો.
અમને આશા છે કે તમને વિડિયો માંથી જાણકારી મળી હશે.
Startup Gujarat Mobile App કરવાની પ્રક્રિયા
સ્ટેપ 1: સ્ટાર્ટ અપ ગુજરાત મોબાઇલ એપ કરવા માટે સૌથી પહેલા તમારે તમારા મોબાઇલ ફોનના google play store પર જવું પડશે.
સ્ટેપ 2: google play store ઓપન થયા પછી તેમાં તમારે “Startup Gujarat” ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે.
સ્ટેપ 3: સર્ચ કર્યા પછી તમને નીચે ફોટામાં દર્શાવ્યા પ્રમાણે એપ દેખાશે જે તમારે Install નામના બટન પર ક્લિક કરીને કરવાની રહેશે.
આ રીતે તમે Startup Gujarat Mobile App કરી શકો છો.
Grievance Track કરવાની પ્રક્રિયા
- સૌથી પહેલા Startup Gujarat Portal ની Official Website પર જાઓ. (https://startup.gujarat.gov.in/home)
- ત્યારબાદ હોમ પેજ પર Grievance વિકલ્પ પર ક્લિક કરો. જેમાં ડ્રોપ ડાઉન મેનુમાંથી 3 નંબર ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જે નીચે ફોટામાં બતાવ્યા પ્રમાણેનું હશે.
- હવે આ પેજ પર જ્યારે તમે Grievance માટે અરજી કરી ત્યારે Ticket Number આપેલો હશે તે દાખલ કરો.
- ત્યારબાદ Search ના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારી સ્ક્રીન પર સંબંધિત જાણકારી દેખાઈ જશે.
Startup Gujarat Portal Contact Details
- Address: Office of Industries Commissionerate, Block No. 1, 3rd floor, Udhyog bhavan, Sector 11, Gandhinagar – 382 010 Gujarat, India.
- Helpline Number: 1800-233-0616 or 079-23252588
- Time: 10:30 AM to 06:10 PM
- Email: [email protected]
Startup Gujarat Portal 2023: વિશે બધી માહિતી અને તમને સરળ ભાષામાં આપી. જો તમે આવી જ રીતે બીજી સરકારી યોજનાઓ ની જાણકારી મેળવવા માંગતા હોવ તો KhetiNiDuniya વેબસાઈટ ના હોમ પેજ ઉપર જાવ. ત્યાં તમને Govt Yojana સેકશન માં બધી જ સરકારી યોજનાઓ ની જાણકારી સ્ટેટ વાઇજ જોવા મળશે. જો તમે ભવિષ્યમાં રેગ્યુલર અપડેટ મેળવવા માંગતા હોવ તો અમારી ટેલીગ્રામ ચેનલ અથવા વોટ્સએપ ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો. કેમ કે સૌથી પહેલા અમે તે પ્લેટફોર્મ પર અપડેટ આપીએ છીએ.
Join Telegram Channelહોમ પેજ | અહીંયા કલીક કરો |
Startup Gujarat Portal Online Apply | અહીંયા કલીક કરો |
ગુજરાતની અન્ય સરકારી યોજનાઓ | અહીંયા કલીક કરો |
અન્ય આર્ટિકલ:
- Right to Repair Portal
- Yuva Sangam Registration
- Mahila Samman Bachat Patra Yojana
- PM Kaushal Vikas Yojana
- Digital Banking Unit List
FREE TIP: If you want to read this article again then type this Keyword in Google Search. 👉 “Startup Gujarat Portal By Pranav Patel”. If you will search this Keyword in Google then you will appear this article of KhetiNiDuniya.in Website. Thank You.
FAQs: Start-up Gujarat Portal 2023
પ્રશ્ન: Updated Startup Gujarat Portal ક્યારે શરૂ કરવામાં આવ્યું?
ઉત્તર: આ પોર્ટલ 13 માર્ચ, 2023 ના દિવસે શરૂ કરવામાં આવ્યું.
પ્રશ્ન: Gujarat Startup Portal કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું?
ઉત્તર: આ પોર્ટલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે.
પ્રશ્ન: સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી?
ઉત્તર: આ પોર્ટલ પર અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ જાણકારી આ લેખમાં આપવામાં આવેલી છે. જે તમે ફોલો કરીને આસાનીથી અરજી કરી શકશો.
પ્રશ્ન: Startup Gujarat Portal માટે હેલ્પલાઇન નંબર ક્યાં છે?
ઉત્તર: 1800-233-0616