ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન અરજી 2023: જરૂરી ડોક્યુમેન્ટ તેમજ પાત્રતા | Gharghanti Sahay Yojana Gujarat

( Gharghanti Sahay Yojana Gujarat 2023 | ઘરઘંટી સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા | Flour Mill Sahay Yojana in Gujarati | ઘરઘંટી સહાય યોજના માટે પાત્રતા ની શરતો તેમજ જરૂરી ડોક્યુમેન્ટ્સ | Manav Kalyan Yojana Gujarat | માનવ કલ્યાણ યોજના (MKY 2023 )

ઘરઘંટી સહાય યોજના ગુજરાત 2023: મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે જેનો લાભ લઈને ગુજરાતના નાગરિકો પોતાનો બિઝનેસ શરૂ કરી શકે અથવા તો પોતે જે બિઝનેસ કરી રહ્યા હોય તેમાં વધારાની સહાય મળી શકે. આ ઉદ્દેશ્યને સાકાર કરવા માનવ કલ્યાણ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના ધંધા માટે ટુલકીટ સહાય યોજના દર વર્ષે બહાર પાડવામાં આવતી હોય છે. તેવી જ રીતે આ વર્ષે પણ 27 પ્રકારના ધંધા માટે ટુલ કીટ સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે જેમાંથી આજે આપણે ઘરઘંટી સહાય યોજના ની વધુ વિગત મેળવીશું.

તો શું તમે પણ ગુજરાતના નાગરિક છો? અને ગુજરાત સરકાર તરફથી ઘરઘંટી લેવા માટે આપવામાં આવતી આર્થિક સહાય નો લાભ લેવા માંગો છો? તો તમે ખરેખર સાચી વેબસાઈટ ઉપર સાચો લેખ વાંચી રહ્યા છો. કેમકે આજે આ લેખ ના માધ્યમથી અમે તમને ઘરઘંટી સહાય યોજના (Gharghanti Sahay Yojana Gujarat) વિશે સંપૂર્ણ પ્રકારની માહિતી આપશો તો ચાલો જાણીએ કે શું છે આ ઘરઘંટી સહાય યોજના.

Join whatsapp group Join Now
Join Telegram group Join Now
Gharghanti Sahay Yojana Gujarat Online Apply
gharghanti sahay scheme

Table of Contents

ઘરઘંટી સહાય યોજના શું છે? (Gharghanti Sahay Yojana in Gujarati)

મિત્રો જેમ કે અમે તમને પહેલા જ જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના લોકો પોતાનો નવો બિઝનેસ શરૂ કરે અથવા જે બિઝનેસ કરતા હોય તેમાં વધારાની સહાય મળી શકે તે માટે થઈને માનવ કલ્યાણ વિભાગ ગુજરાત દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ પ્રકારની ટૂલ સહાય કીટ આપવામાં આવી રહી છે જેમાં ઘરઘંટી સહાય યોજના પણ છે. Gharghanti Sahay Yojana થી ગુજરાતના ઘણા બધા મિત્રોને ઘરઘંટી આપવામાં આવશે આ યોજના અંતર્ગત જે પણ મિત્ર ઓનલાઈન અરજી કરશે ત્યારબાદ તેમની અરજી જો ડ્રો માં સિલેક્ટ થશે તો તેમને ઘરઘંટી લેવા માટે સહાય આપવામાં આવશે.

Highlights – Flour Mill Sahay Yojana 2023

યોજનાનું નામઘરઘંટી સહાય યોજના
શરૂ કરવામાં આવીગુજરાત સરકાર દ્વારા
મુખ્ય યોજનાનું નામમાનવ કલ્યાણ યોજના
યોજનાનો ઉદ્દેશ્યનાગરિકોને વિવિધ પ્રકારની ટૂલકિટ સહાય આપવી
લાભાર્થીગુજરાતના નાગરિક
યોજના શરૂ થયાની તારીખ01 એપ્રિલ, 2023
અરજી કરવાની અંતિમ તારીખનિર્ધારિત નથી
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન
ઓફિસિયલ વેબસાઈટhttps://e-kutir.gujarat.gov.in/
ટેલિગ્રામ ચેનલઅહિયાં ક્લિક કરો

ધ્યાનમાં રાખો: ગુજરાત સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના શરૂ કરવામાં આવેલી છે જેના વિશે વધુ જાણકારી માટે અહીંયા ક્લિક કરો.

ઘરઘંટી સહાય યોજના નો ઉદ્દેશ્ય (Objective)

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી Gharghanti Sahay Yojana નો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના પાત્રતા યુક્ત નાગરિકોને ઘરઘંટી ની સહાય આપવાનો છે. જેથી કરીને બેરોજગાર યુવાઓ પોતાનો ધંધો શરૂ કરી શકે અથવા તો જે પણ લોકો ધંધો કરી રહ્યા છે તેનો વિકાસ કરી શકે છે.

Gharghanti Sahay Yojana Gujarat ના લાભ અને વિશેષતાઓ

 • ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ઘરઘંટી સહાય યોજના ને કારણે ગરીબ પરિવાર ઘરઘંટી પ્રાપ્ત કરીને જીવન ગુજરાન સારી રીતે કરી શકશે.
 • આ યોજનાની એક ખાસ વિશેષતા એ છે કે તમે ઘરે બેઠા બેઠા ઓનલાઇન અરજી કરી શકશો.
 • Flour Mill Sahay Yojana માં ઓનલાઇન અરજી કરવા માટે તમારે એક પણ રૂપિયાની ફીસ ભરવાની જરૂર નથી.
 • આ યોજના અંતર્ગત તમને સરકાર તરફથી ઘંટી અથવા રોકડ રૂપિયા (Rs. 15,000) આપવામાં આવશે.
 • આ યોજનાનો લાભ ગુજરાતના ગરીબ વર્ગ ના બધા લોકો ઉઠાવી શકે છે. કે જેમની પાસે ઘંટી નો અનુભવ હોય.

મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના

ઘરઘંટી સહાય યોજના ‌‌‌‌‌ની પાત્રતા

 • આ યોજનાનો લાભ માત્ર ગુજરાતના નાગરિક જ લઈ શકે છે.
 • ઘરઘંટી સહાય યોજના નો લાભ લેવા માટે આવેદકની ઉંમર 16 વર્ષથી લઈને 60 વર્ષ સુધીની હોવી જરૂરી છે.
 • પાસે તલાટી મંત્રી અથવા મહાનગરપાલિકાના અધિકૃત અધિકારી દ્વારા સહી સિક્કા કરેલો આવકનો દાખલો હોવો જરૂરી છે.
 • જો આવેદક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોય તો તેમની વાર્ષિક આવક ₹1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
 • જો આવેદક શહેરી વિસ્તારમાં રહેતો હોય તો તેમની વાર્ષિક આવક એક લાખ ₹1,50,000 રૂપિયાથી વધુ ન હોવી જોઈએ.
 • આવેદક પાસે બીપીએલ રાશન કાર્ડ હોવું જરૂરી છે. જો ગરીબી રેખા ની યાદીમાં આવેદક 0 થી 16 નો સ્કોર ધરાવતા હોય તો તેમને આવકનો દાખલો આપવાની જરૂર નથી.
 • એવા કોઈ પણ આવેદક કે જેમની અરજી ગયા વર્ષે મંજૂર થયેલ હોય પરંતુ ડ્રોમાં પસંદગી ના થયેલી હોય તેમની અરજી સ્વીકારવામાં આવશે નહીં.
 • આ યોજના નો લાભ મેળવવા માટે આવેદકના પરિવારમાંથી કોઈ પણ એક સદસ્યને જ યોજનાનો લાભ મળી શકશે.

ઘરઘંટી સહાય યોજનામાં ઓનલાઈન અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટસ

 • આવેદક નું આધાર કાર્ડ
 • આવેદક ના રાશનકાર્ડ ની પ્રથમ અને બીજા પાનાની નકલ
 • ઉમર અંગેનો પુરાવો (શાળા છોડયાનું પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ વગેરે)
 • બીપીએલ નો દાખલો (ગ્રામ્ય વિસ્તાર માટે)
 • સુવર્ણ કાર્ડ ની ઝેરોક્ષ (શહેરી વિસ્તાર માટે)
 • સ્વ ઘોષિત પ્રમાણપત્ર

Mahila Samman Bachat Patra Yojana

Gharghanti Sahay Yojana Gujarat Official Website

દોસ્તો ગુજરાત સરકાર તરફથી ઘરઘંટી સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે એક ઓફિશિયલ વેબસાઈટ આપેલી છે જેના પર જઈને તમે આસાનીથી અરજી ફોર્મ માં આપેલી સંપૂર્ણ વિગતો ધ્યાનપૂર્વક ભરીને ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકો છો. આ યોજનાની ઓફિશિયલ વેબસાઈટ ની લીંક જોવા માટે અહીંયા ક્લિક કરો.‌

ઘરઘંટી સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટેની પ્રક્રિયા (Gharghanti Sahay Yojana Online Apply)

જો મિત્રો તમે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માગતા હોય તો નીચે આપેલા સ્ટેપ ને જરૂર ફોલો કરો.

સ્ટેપ 1: કરવા માટે સૌથી પહેલા તમે ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ.

સ્ટેપ 2: ઉપર આપેલી લીંક પર ક્લિક કરશો તો તમે ઓફિસિયલ વેબસાઈટ ના હોમ પેજ ઉપર પહોંચી જશો.

સ્ટેપ 3: હવે આ વેબસાઈટ ઉપર તમારે લોગીન કરવાનું રહેશે જેમાં તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ભરીને Login ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

 • Note: જો તમે ઓફિશિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન ન કરાવેલું હોય તો આ લેખની નીચે જે વિડિયો આપવામાં આવેલો છે તે વીડિયોમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ જાણકારી આપેલી છે તે વીડિયો જોઈ તમે પહેલા રજીસ્ટ્રેશન કરાવી લેશો ત્યારબાદ ઉપર બતાવ્યા પ્રમાણે લોગીન કરવાનું રહેશે.

સ્ટેપ 4: લોગીન થઈ ગયા પછી તમારી મોબાઇલ સ્ક્રીન પર નીચે ફોટોમાં બતાવ્યા પ્રમાણે “માનવ કલ્યાણ યોજના” ના વિકલ્પ ઉપર ક્લિક કરો.‌

ઘરઘંટી સહાય યોજનામાં ઓનલાઈન અરજી
manav kalyan yojana

સ્ટેપ 5: હવે તમારી સ્ક્રીન ઉપર માનવ કલ્યાણ યોજના માં આપવામાં આવતી બધી ટુલકીટ નું લીસ્ટ ખુલી જશે.‌ તેમાં તમે OK નામના બટન પર ક્લિક કરશો એટલે તમારી સ્ક્રીન પર પ્રોફાઈલ અપડેટ નું પેજ ખુલી જશે.

સ્ટેપ 6: હવે તમારે તમારી જરૂરી જાણકારી આ ફોર્મમાં ભરવાની રહેશે ત્યારબાદ “Save & Next” ના વિકલ્પ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે.

સ્ટેપ 7: હવે તમારી સ્ક્રીન પર ઘરઘંટી સહાય યોજના માટેનું અરજી ફોર્મ ખુલી જશે જેમાં જરૂરી વિગતો કરવાની રહેશે જેમકે ટુલકીટ નું નામ, તમારું એડ્રેસ, બીપીએલ કાર્ડ અથવા સુવર્ણ કાર્ડ ની જાણકારી, આવક ના દાખલા પ્રમાણેની વાર્ષિક આવક વગેરે જાણકારી ભરીને ફરી પાછું તમારે “Save & Next” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

સ્ટેપ 8: ત્યારબાદ હવે તમારે જરૂરી ડોક્યુમેન્ટસને અપલોડ કરવાના રહેશે અહીંયા તમારે ખાસ ધ્યાન આપવાનું રહેશે કે કોઈ પણ ડોક્યુમેન્ટ એક એમબીથી વધારે સાઈઝનું ના હોવુ જોઈએ.

સ્ટેપ 9: ત્યાર પછી બધી માહિતી ભરાઈ જાય પછી છેલ્લે તમારે Submit ના વિકલ્પ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે.

જો તમે ઉપર બતાવ્યા પ્રમાણેના સ્ટેપને ફોલો કરશો તો તમે આસાનીથી ઘરઘંટી સહાય યોજના ગુજરાત માટેનું અરજી ફોર્મ ભરી શકશો. તેમ છતાં પણ જો તમને ના ખબર પડી હોય તો નીચે આપેલો વીડિયો જરૂરથી જુઓ જેમાં ઓફિસિયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાથી લઈને ઘરઘંટી યોજનામાં ઓનલાઈન અરજી કરવા સુધીની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે.

Gharghanti Sahay Yojana Online Arji

અમને આશા છે કે આ વિડીયો ઉપરથી તમને Flour Mill Sahay Yojana ની સંપૂર્ણ જાણકારી મળી હશે.‌ આ વીડિયોમાં દરજી કામ યોજના ની જાણકારી આપવામાં આવેલી છે જ્યાં જ્યાં આ યોજનામાં દરજીકામ સિલેક્ટ કરેલું છે ત્યાં તમે ઘરઘંટી (Flour Mill) સિલેક્ટ કરીને ફોર્મ ભરી શકો છો.

Manav Kalyan Yojana (MKY) Helpline Number

મિત્રો અમે તમને ઘરઘંટી સહાય યોજના ની સંપૂર્ણ વિગત આપેલી છે જો તમે આ સિવાય અન્ય વધુ જાણકારી મેળવવા માગતા હોય અથવા તો કોઈ પણ શિકાયત કરવા માગતા હોય તો તમે નીચે આપેલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો.

 • MKY Helpline Number: 99099 26280 અથવા 99099 26180

તો મિત્રો અમે તમને આ યોજનાની સંપૂર્ણ માહિતી આસાન ભાષામાં આપેલી છે જો તમે કોઈપણ યોજનાની નવી અપડેટ સૌથી પહેલા મેળવવા માગતા હોય તો અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને જરૂર ફોલો કરો.

Join Telegram Channel
હોમ પેજઅહીંયા કલીક કરો
ઑફિસિયલ વેબસાઇટઅહીંયા કલીક કરો
સેલ્ફ ડિક્લારેશન ફોર્મઅહીંયા કલીક કરો
ગુજરાત ની અન્ય સરકારી યોજનાઓઅહીંયા કલીક કરો

Other Links:

FAQs: Gujarat Flour Mill Sahay Yojana

પ્રશ્ન: ઘરઘંટી સહાય યોજનાના અરજી ફોર્મની પીડીએફ ક્યાંથી મેળવી શકાય?

ઉત્તર: જો તમારે માનવ કલ્યાણ યોજના ના અરજી ફોર્મ ની પીડીએફ મેળવવી હોય તો તમે e-Kutir ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને મેળવી શકો છો.

પ્રશ્ન: Flour Mill Sahay Yojana ક્યાં રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે?

ઉત્તર: ગુજરાત

પ્રશ્ન: ઘરઘંટી સહાય યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડે?

ઉત્તર: આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટે આવેદક નું રાશનકાર્ડ, આધારકાર્ડ, બીપીએલ કાર્ડ અથવા સુવર્ણ કાર્ડ, સેલ્ફ ડિકલેરેશન પ્રમાણપત્ર વગેરે ડોક્યુમેન્ટ ની જરૂર પડે છે.

પ્રશ્ન: ઘરઘંટી સહાય યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઉત્તર: ગુજરાત સરકાર તરફથી આ યોજનામાં ઓનલાઈન અરજી કરવા માટેની છેલ્લી તારીખ નિર્ધારિત કરવામાં આવેલી નથી.

Leave a Comment

Join whatsapp group Join Now
Join Telegram group Join Now